
મુંબઇ,
મુંબઇ ઇડિયંસની ટીમે ટી ૨૦ ટુર્નામેન્ટ પહેલા તૈયારીઓમાં લાગી ગઇ છે. મુંબઇ ઇડિયંસની એમઆઇ અમીરાતની ટીમે અબુ ધાબીમાં યોજાનાર આઇપીએલ ટી ટવેન્ટી પહેલા સીજન માટે પોતાની પ્રેકિટસ સેશન શરૂ કરી દીધુ છે. ટીમની પહેલી પ્રેકિટસ સેશન પાંચ જાન્યુઆરીએ શેખ જાયદ ક્રિકેટ સ્ટેડિયમમાં આયોજીત કરવામાં કરવામાં આવી હતી. આઇપીએલની સૌથી સફળ ફ્રેચાઇજી મુંબઇ ઇડિયંસની ટીમ એમઆઇ અમીરાત આ મોટી ટુર્મામેન્ટ માટે પુરી રીતે મહેનત કરી રહી છે. એમઆઇ અમીરાત આ મોટી ટુર્નામેંટ માટે પુરી રીતે મહેનત કરી રહી છે. ફેચાઇજી આઇપીએલની જેમ આ ટુર્નામેન્ટમાં ધૂમ મચાવવા માંગે છે ટુર્નામેન્ટ શરૂ થતા પહેલા એમઆઇ અમીરાતના મુખ્ય કોચે મોટું નિવેદન આપ્યું છે.
એમઆઇ અમીરાતના મુખ્ય કોચ શેન બોન્ડે કહ્યું કે હું એમઆઇ અમીરાતના નેતૃત્વ કરવા માટે ખુદને નસીબદાર અનુભવી રહ્યો છું અમારી ટીમમાં અનુભવી અને યુવા ખેલાડીઓનું વિવિધ મિશ્રણ છે.અમારૂ યાન સખ્ત મહેનત કરવા પર રહેશે ખેલાડીઓની ઉર્જા પ્રભાવશાળી છે અને અમારૂ લક્ષ્ય અમારૂ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું છે શેન બોન્ડ આઇપીએલ દરમિયાન પણ મુંબઇ ઇડિયંસની ટીમના કોચ રહી ચુકયા છે.શેન બોન્ડ એક અનુભવી કોચ છે અને તેમની અંદર ટીમને આગળ લઇ જવાની ક્ષમતા છે શેન બોન્ડના નેતૃત્વમાં એમઆઇ અમીરાતની ટીમ ટુર્નામેન્ટમાં સારૂ પ્રદર્શન કરવા ઇચ્છે છે.એમઆઇ અમીરાતને પહેલી આઇએલ ટી ૨૦ સીજનમાં શનિવાર ૧૪ જાન્યુઆરીએ સાંજે છ વાગે પોતાનો પહેલો મુકાબલો શારજહા વારિયર્સની વિરૂધ રમવાની છે.