- સુરક્ષા એજન્સીઓ એલર્ટ, વિસ્તારમાં ઈન્ટરનેટ બંધ.
બાંસવાડાના માનગઢ ધામમાં આયોજીત સભા માટે રાજ્ય ઉપરાંત મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પણ આદિવાસી સમુદાયના લોકો એકઠા થયા છે. આ બેઠકને લઈને રાજ્યની સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહારેલી વિસ્તારમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે.
ચાર રાજ્યો માંથી આદિવાસી સમાજના લોકો સવારથી જ માનગઢ ધામ ખાતે પહોંચવા લાગ્યા હતા. માનગઢ ધામથી 5 કિમી પહેલા આદિવાસીઓના વાહનોને રોકવામાં આવ્યા હતા.
ભીલ પ્રદેશની માંગમાં રાજસ્થાનના 12 જીલ્લા અને મધ્યપ્રદેશના 13 જીલ્લાઓનો સમાવેશ થાય છે. રાજસ્થાનના જૂના 33 જીલ્લાઓમાંથી 12 જીલ્લાનો સમાવેશ કરવાની માંગ છે.
મંત્રીએ કહ્યું- જાતિના આધારે રાજ્યની રચના ન થઈ શકે રાજસ્થાનમાં ઇઅઙને રાજકીય તાકાત મળતાં જ તેણે અન્ય જીલ્લાઓ અને રાજ્યોના આદિવાસીઓને સામેલ કરીને તેના અલગ રાજ્ય અને સંગઠનને મજબૂત બનાવવાની ઝુંબેશને વધુ તીવ્ર બનાવી. રાજસ્થાનના આદિવાસી જીલ્લા બાંસવાડામાંથી ઇઅઙ પાસે 2 ધારાસભ્યો અને એક સાંસદ છે. પરંતુ ભીલ રાજ્યની માંગ અંગે સરકારે પોતાનો અભિપ્રાય સ્પષ્ટ કર્યો છે.
આદિજાતિ મંત્રી બાબુલાલ ખરાડીએ કહ્યું- જાતિના આધારે રાજ્યની રચના ન થઈ શકે. જો આમ થશે તો અન્ય લોકો પણ માંગણી કરશે. અમે દરખાસ્ત કેન્દ્રને મોકલીશું નહીં. ખરાડીએ એમ પણ કહ્યું કે, જેમણે ધર્મ બદલ્યો છે તેમને આદિવાસી અનામતનો લાભ મળવો જોઈએ નહીં. ખરાડીએ ડુંગરપુરની મુલાકાત દરમિયાન આ નિવેદન આપ્યું હતું.
મંત્રીએ કહ્યું- જાતિના આધારે રાજ્યની રચના ન થઈ શકે
રાજસ્થાનમાં BAPને રાજકીય તાકાત મળતાં જ તેણે અન્ય જીલ્લાઓ અને રાજ્યોના આદિવાસીઓને સામેલ કરીને તેના અલગ રાજ્ય અને સંગઠનને મજબૂત બનાવવાની ઝુંબેશને વધુ તીવ્ર બનાવી. રાજસ્થાનના આદિવાસી જીલ્લા બાંસવાડામાંથી ઇઅઙ પાસે 2 ધારાસભ્યો અને એક સાંસદ છે. પરંતુ ભીલ રાજ્યની માંગ અંગે સરકારે પોતાનો અભિપ્રાય સ્પષ્ટ કર્યો છે.