સ્વાઇન ફ્લૂને રોકવા માટે આસામમાં ૧૦૦૦થી વધારે ડુક્કરોને વીજ કરંટથી મારી નંખાયા

લખીમપુર, આસામના લખીમપુરમાં પશુ ચિકિત્સકોના એક ગ્રુપે આફ્રિકી સ્વાઇન ફલૂ ને રોકવા માટે ૧૦૦૦થી વધારે ડુક્કરોને મારી નાખ્યા. આ વાતની જાણકારી પશુપાલન અને સ્વાસ્થ્ય અધિકારી કુલધર સૈકિયાએ આપી છે. તેમણે કહ્યું કે, લખીમપુર જિલ્લામાં આફ્રિકન સ્વાઇન ફલૂ ને રોકવા માટે ૧૦ ડૉક્ટરોની ટીમે ૧૦૦૦થી વધારે ડુક્કરોને વીજ કરંટ દ્વારા મારી નાખ્યા. જિલ્લામાં આફ્રિકન સ્વાઇન ફલૂ ઝડપથી ફેલાઇ રહ્યો છે. એજ કારણ છે કે ડુક્કરોને વીજ કરંટ આપી મારવામાં આવી રહ્યા છે.

સરકારે નોર્થ-ઈસ્ટ રાજ્યોમાં આ ફલૂ ને ફેલાતો રોકવા માટે ૨૭ ઉપકેન્દ્રોમાંથી લગભગ ૧૩૮૭ ડુક્કરોને મારી નાખ્યા. આ વર્ષની શરૂઆતમાં આસામ સરકારે એવિયન ઈંલૂએંઝા અને આફ્રિકન સ્વાઇન ફલૂ રોકવા માટે રાજ્યમાં મરઘા અને ડુક્કરોના પ્રવેશ પર બેન લગાવી દીધો હતો.

આસામના પશુ ચિકિત્સા અને મંત્રી અતુલ બોરાએ કહ્યું, નોર્થ-ઈસ્ટ રાજ્યોમાં મરઘા અને ડુક્કરોથી થનારા એવિયન ઈંલૂએંઝા અને આફ્રિકન સ્વાઇન ફલૂ ને રોકવા માટે આ પગલુ લેવામાં આવ્યું છે. દેશના ઘણાં રાજ્યોમાં આ બીમારી ફેલાયા પછી આસામ સરકારે રાજ્યમાં મરઘી અને ડુક્કરોના પ્રવેશ પર બેન લગાવ્યું હતું.

મધ્ય પ્રદેશના દમોહ જિલ્લામાં જાન્યુઆરી માં આફ્રિકન સ્વાઇન ફલૂ રોકવા માટે તંત્રએ ૭૦૦ ડુક્કરોને મારી નાખ્યા હતા. આ વાયરસ ઘરેલૂ અને જંગલી બંને ડુક્કરોને પ્રભાવિત કરે છે. જ્યાં સ્વાઇન ફલૂ પ્રાણીઓમાંથી મનુષ્યમાં ફેલાઇ શકે છે. તો આફ્રિકન સ્વાઇન ફલૂ ડુક્કરોમાંથી મનુષ્યમાં ફેલાતો નથી.

આફ્રિકન સ્વાઇન ફલૂ પાળેલા અને જંગલી ડુક્કરોમાં થમારી અત્યંત સંક્રામક બીમારી છે. આ વાયરસના સકંજામાં આવ્યા પછી મોટાભાગના ડુક્કરોની મોત થાય છે. આનું નુક્સાન ડુક્કરોને ઉછેર કરનારાઓને થાય છે. આની અસર મનુષ્યો પર જોવા મળતી નથી. એક ડુક્કરમાંથી બીજા ડુક્કરમાં આ બીમારી ઝડપથી ફેલાઇ જાય છે. આફ્રિકન સ્વાઇન ફલૂ ને ધ્યાનમાં લેતા આસામની સરકાર એલર્ટ મોડમાં છે. એવામાં કોઇપણ રીતના સંક્રમણને ધ્યાનમાં લેતા રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.