સ્વાતિ માલીવાલ સાથે થયેલી ગેરવર્ણતૂંકને સ્વીકારીને આરોપી પીએ સામે એક્શન લેવાની વાત કરી

  • સંજય સિંહે કહ્યું કે માલીવાલે દેશ અને સમાજ માટે ઘણું કામ કર્યું છે. તેઓ જુના અને સીનિયર લીડર છે. અમે બધા તેમની સાથે છીએ.

નવીદિલ્હી, આમ આદમી પાર્ટીએ રાજ્યસભા સાંસદ અને દિલ્હી મહિલા પંચની પૂર્વ અયક્ષ સ્વાતિ માલિવાલની સાથેની ગેરવર્ણણૂંકનો સ્વીકાર કર્યો છે. સાથે કહ્યું કે સીએમ કેજરીવાલે આ કેસની નોંધ લીધી છે અને પીએ સામે કાર્યવાહી કરવામાં આવશે.

આપના રાજ્યસભા સાંસદ સંજય સિંહે મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે કાલે એક ખેદજનક ઘટના બની. સ્વાતિ માલીવાલ કેજરીવાલને મળવા તેમના ઘેર ગયાં હતા જ્યારે તે ડ્રોંઈગ રુમમાં તેમની પ્રતિક્ષા કરી રહ્યાં હતા ત્યારે પીએ વિભવ કુમારે તેમની સાથે અનુચિત વ્યવહાર કર્યો. સીએમ આ કેસની નોંધ લીધી છે અને યોગ્ય કાર્યવાહી કરશે. સંજય સિંહે કહ્યું કે માલીવાલે દેશ અને સમાજ માટે ઘણું કામ કર્યું છે. તેઓ જુના અને સીનિયર લીડર છે. અમે બધા તેમની સાથે છીએ.

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ દ્વારા સનસનાટીભર્યા આરોપો લગાવવામાં આવ્યા છે. પોલીસ સૂત્રોનો દાવો છે કે, ઝ્રસ્ હાઉસ ( મુખ્યમંત્રી નિવાસસ્થાન) ની અંદરથી દિલ્હી પોલીસને ઁઝ્રઇ કોલ કરવામાં આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ સ્વાતિ માલીવાલ તરીકે આપી હતી. દિલ્હી પોલીસના સૂત્રોનું કહેવું છે કે, સોમવારે સવારે ૯ વાગ્યે દિલ્હીના ઝ્રસ્ હાઉસ ( મુખ્યમંત્રી નિવાસસ્થાન)ની અંદરથી દિલ્હી પોલીસને બે પીસીઆર કોલ કરવામાં આવ્યા હતા. ફોન કરનારે જણાવ્યું કે તે સ્વાતિ માલીવાલ છે. તેમણે મુખ્યમંત્રી હાઉસ ( મુખ્યમંત્રી નિવાસસ્થાન)ની અંદર પોતાના પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો. આ આરોપો મુખ્યમંત્રી કેજરીવાલના પીએ વિભવ કુમાર (વ્યક્તિગત સહાયક) પર લગાવવામાં આવ્યા છે. દિલ્હી પોલીસને કરવામાં આવેલ પીસીઆર કોલમાં કહેવામાં આવ્યું હતું કે, વિભવે મને માર માર્યો હતો. ઘટનાની જાણકારી મળતા જ વિસ્તારની પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે પરંતુ પોલીસ સીએમ હાઉસ (મુખ્યમંત્રી નિવાસસ્થાન) ની અંદર જઈ શક્તી નથી. આ માહિતી બાદ જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો સ્વાતિ ત્યાં મળી ન હતી. પ્રોટોકોલ મુજબ દિલ્હી પોલીસ ઝ્રસ્ હાઉસ ( મુખ્યમંત્રી નિવાસસ્થાન)ની અંદર જઈ શક્તી નથી. પોલીસ પીસીઆર કોલની સત્યતા જાણવાનો પ્રયાસ કરી રહી છે. આ મામલે દિલ્હી પોલીસનું કહેવું છે કે સ્વાતિ માલીવાલ સિવિલ લાઈન પોલીસ સ્ટેશન આવી હતી, તેણે ઘટના વિશે જણાવ્યું છે અમે વેરિફિકેશન કરી રહ્યા છીએ. જોકે પોલીસનું કહેવું છે કે, સ્વાતિએ આ મામલે કોઈ લેખિત ફરિયાદ આપી નથી.