સ્વાતંત્ર્ય વીર સાવરકર’ની રિલીઝ ડેટ જાહેર, ૨૨ માર્ચે સિનેમાઘરોમાં રણદીપ હુડ્ડા ધૂમ મચાવશે

મુંબઈ, રણદીપ હુડ્ડાની મચઅવેટેડ ફિલ્મ સ્વાતંત્ર્ય વીર સાવરકરનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ સાથે ફિલ્મની રિલીઝ ડેટ પણ સામે આવી છે. આ ફિલ્મ ૨૨ માર્ચ ૨૦૨૪ના હિન્દી અને મરાઠીમાં રિલીઝ થશે. ખાસ વાત છે કે ન માત્ર આ ફિલ્મ રણદીપ હુડ્ડા માત્ર લીડ રોલમાં છે પરંતુ આ ફિલ્મ દ્વારા તે ડાયરેક્ટર તરીકે પણ પર્દાપણ કરી રહ્યો છે.

રણદીપ હુડ્ડા દ્વારા નિર્દેશિત પ્રથમ ફિલ્મ સ્વાતંત્ર્ય વીર સાવરકર તે એવા નાયકના પુનરુત્થાનને ચિહ્નિત કરે છે જેને આજે પણ ભારતની સ્વતંત્રતાની લડાઈમાં એક અદમ્ય વ્યક્તિ તરીકે યાદ કરવામાં આવે છે. ભારતની સ્વતંત્રતાની લડાઈમાં એક દૂરદશતા રાખનાર, તેમની નસોમાં દેશભક્તિ હતી. સ્વતંત્રતા સેનાની વીર સાવરકરની કહાનીને ફિલ્મ દ્વારા ખુબ સારી રીતે દર્શાવવામાં આવી છે.

રણદીપ ’સ્વાતંત્ર્ય વીર સાવરકર’ તરીકે ન માત્ર પ્રેક્ષકોને જ મંત્રમુગ્ધ કરે છે પરંતુ એક વિચારપ્રેરક વાર્તા દ્વારા ઈતિહાસના પાનાઓમાં ખોવાઈ ગયેલા મહાન વ્યક્તિત્વની સંવેદના, જુસ્સા અને જટિલતાને મોટા પડદા પર લાવવાનો પ્રયાસ કરે છે.

પોતાના નિર્દેશનમાં બનેલી પ્રથમ ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરતા રણદીપે કહ્યું- શ્રી સાવરકરની સાથે કાલાપાનીમાં લગભગ બે વર્ષ પસાર કર્યા બાદ હવે તેમના માટે આઝાદી તરફ પગલું ભરવાનો સમય આવી ગયો છે. આ યાત્રા મુશ્કેલ રહી, પરંતુ મને એક અભિનેતાના રૂપમાં ખુદથી આગળ વધી એક ફિલ્મ ડાયરેક્ટર બનવા અને ઘણું કરવા માટે પ્રેરિત કર્યો છે. હવે સમય આવી ગયો છે કે દેશને સ્વતંત્રતા સંગ્રામની લડાઈમાં બદિલાન આપી ચુકેલા સશ ક્રાંતિ શ્રી વીર સાવરકરના યોગદાન વિશે જાણકારી મળે.