સ્વચ્છતા અભિયાન ચિત્ર – મહીસાગર જીલ્લો: સ્વચ્છતા હી સેવા અભિયાન

  • શાળાના બાળકો દ્વારા સ્વચ્છતા અભિયાન ચિત્ર સ્પર્ધા યોજી અને શાળામાં સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશો આપી ગામના દરેક નાગરિક સ્વચ્છતા અભિયાનમાં જોડાવા આહવાન કર્યું.

મહીસાગર, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાનમાં જનતાની દેશવ્યાપી ભાગીદારીને પ્રોત્સાહન આપવા અને બાપુના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા સ્વચ્છતા હી સેવા અભિયાનનો શુભારંભ કર્યો હતો. તેમની પ્રેરણાથી ગત 15 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી યોજાયેલ સ્વચ્છતા હી સેવા અભિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં જનભાગીદારીથી વધુ બે મહિના સુધી વ્યાપકપણે આગળ ધપાવવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.

સ્વચ્છતા અભિયાન ચિત્ર

સ્વચ્છ ભારત અભિયાન ચિત્ર

મહીસાગર જીલ્લાના ચારણગામ પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકોએ હાથ માં જાડું ઉઠાવી શાળાના આજુબાજુ વિસ્તારની સાફ સફાઈ કરી અને ગામના લોકોને સંદેશો આપ્યો કે દરેક લોકો હાથમાં જાડું ઉઠાવી રસ્તા, ગામ, શાળા, શહેર સ્વચ્છ રાખે તો મોટા ભાગની બીમારીઓ સ્વચ્છતાના કારણે દૂર થઈ જાય જેના થકી લોકો નિરોગી જીવન જીવી શકે.

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ચારણગામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સ્વચ્છ ભારત અભિયાન ચિત્ર સ્પર્ધા યોજી સ્વચ્છતા ની થીમ પર વિવિધ ચિત્ર દ્વારા સ્વચ્છતા રાખવા સંદેશો પાઠવ્યો હતો.

You May Also Be Interested in Other Topics –
1.મનરેગા ગુજરાત દાહોદ
2.ડૉ બાબાસાહેબ આંબેડકર શિક્ષણ
3.ઝાલોદ તાલુકાના સમાચાર