
મહીસાગર, સમગ્ર દેશમાં “સ્વચ્છતા હી સેવા” અભિયાનની સફાઈ ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે. સ્વચ્છતા હી સેવા ઝુંબેશને સફળ બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશવાસીઓને આહવાન કર્યું છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો હેઠળ રાજ્યભરમાં આગામી બે મહિના સુધી સ્વચ્છતા હી સેવા અભિયાન ચાલનાર છે.

જેના ભાગરૂપે આજરોજ લુણાવાડા બસ સ્ટેશન ખાતે પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ, ડેપો મેનેજર, નગરપાલિકા ટીમ, અધિકારીઓ અને કર્મયોગીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

આ અભિયાનમાં પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ એ ડેપોની સ્વચ્છતા કરી સંદેશો પાઠવ્યો હતો કે, આપડે દરેક લોકોએ ડેપોમાં કચરો જ્યાં ત્યાં ફેકવો નાં જોઈએ જેના થકી રોગચાળા થી બચી શકાય અને તમામ લોકો સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ પોતાનું યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.