સ્વરા ભાસ્કરે બોલ્ડ મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું , પતિ સાથે રોમેન્ટિક થઇને લોન્ટ કર્યુ બેબી બંપ

મુંબઇ, સ્વરા ભાસ્કરે સપા નેતા ફહાદ અહેમદ સાથે ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ લગ્ન કર્યા હતાં. આ દિવસોમાં ’રાંઝણા’ એક્ટ્રેસ પ્રેગનેન્સી પીરિયડ એન્જોય કરી રહી છે. આ જ કડીમાં સ્વરાએ પતિ સાથે મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું છે. ફ્લોરલ ડ્રેસમાં બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. સ્વરાએ સોશિયલ સાઇટ પર પોતાના કેટલાંક ફોટોઝ શેર કર્યા છે અને તેની સાથે એક સ્પેશિયલ કેપ્શન પણ આપ્યું છે.

સ્વરા ભાસ્કરના લગ્ન ઘણા ચર્ચામાં રહ્યાં હતાં. લગ્નના ૪ મહિના બાદ ૬ જૂને સ્વરાએ પોતાની પ્રેગનેન્સી અનાઉન્સ કરી હતી. તેણે પતિ ફહાદ સાથે ફોટો શેર કરતાં લખ્યું હતું, ક્યારેક ક્યારેક દરેક દુઆ કબૂલ થઇ જાય છે. નવી સફરમાં ડગલું ભરવા માટે ઉત્સાહિત છું.

સ્વરા પોતાની પ્રેગનેન્સી એન્જોય કરી રહી છે અને ઘણીવાર સોશિયલ મીડિયા પર ફોટોઝ અને વીડિયોઝ શેર કરતી રહે છે. હાલમાં જ તેણે પતિ ફહાદ સાથે મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું. તેમાં તેણે ફ્લોરલ ગાઉન કેરી કર્યુ અને ફહાદે સિંપલ શર્ટ ટ્રાઉઝર પહેર્યુ હતું. ફોટોઝમાં સ્વરા બેબી બંપ ફ્લોન્ટ કરતાં જોવા મળી રહી છે.

સ્વરાએ સોશિયલ એકાઉન્ટ પર જે ફોટોઝ શેર કર્યા છે, તેની સાથે સ્વરાએ ખાસ પોસ્ટ પણ શેર કરી છે. સ્વરાએ લખ્યું, ઘણીવાર તમને જીવન આશા કરતાં વધુ આશીર્વાદ આપે છે. સાથે જ એવી યાત્રાનો અનુભવ કરાવે છે. જ્યાં તમે પોતાને અને એકબીજાને સમજવાનો મોકો આપે છે. સ્વરાએ આગળ લખ્યું, અમારી જિંદગીની આ ખૂબસૂરત પળ સાધારણ રીતે કેપ્ચર કરવામાં આવી. આ ઇમાનદારી ભર્યુ અને આરામદાયક હતું. સ્વરા અને ફહાદ એક ફોટોમાં છત્રી નીચે રોમેન્ટિક પોઝ આપતા જોવા મળી રહ્યાં છે અને આ ફોટો લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.

સ્વરા ભાસ્કરનો જન્મ ૯ એપ્રિલ ૧૯૮૮ના રોજ થયો હતો. ૩૫ વર્ષની સ્વરાએ પોતાના મિત્ર ફહાદ અહેમદ સાથે કોર્ટ મેરેજ કર્યા બાદ બધાને ગુડ ન્યૂઝ આપી હતી. તે બાદ તેણે દિલ્હી અને લખનઉમાં મેરેજ રિસેપ્શન આપ્યું હતું. સ્વરાના ફોટોઝ ત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતાં.

સ્વરા સોશિયલ મીડિયા પર ઘણીવાર બેબી આવવાવી તૈયારીઓને લઇને ફોટોઝ શેર કરતી રહે છે. તે અને ફહાદ આજકાલ બેબીને લઇને ખૂબ જ ઉત્સાહિત છે. જણાવી દઇએ કે બંને સપ્ટેમ્બરમાં નાનકડા મહેમાનનું સ્વાગત કરશે.