સ્વરા ભાસ્કર પ્રેગનેન્ટ છે ! ફોટોઝ શેર કરીને લોન્ટ કર્યુ બેબી બંપ

મુંબઇ, બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે ગુડ ન્યૂઝ આપ્યા છે. તે જલ્દી જ માતા બનવા જઈ રહી છે. થોડા દિવસો પહેલા પણ સ્વરા ભાસ્કરના મા બનવાના સમાચાર સામે આવ્યા હતા. પરંતુ હવે સ્વરાએ તેના પતિ ફહાદ અહેમદ સાથે બેબી બમ્પ લોન્ટ કરતી તસવીર શેર કરીને આ સમાચારની પુષ્ટિ કરી છે.

સ્વરા અને સમાજવાદી પાર્ટીના નેતા ફહદે આ વર્ષે ફેબ્રુઆરીમાં રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા. આ લગ્નનું સેલિબ્રેશન એપ્રિલ મહિનામાં કરવામાં આવ્યું હતી. થોડા દિવસો પહેલા સ્વરાના માતા બનવાના સમાચાર સામે આવ્યા હતા, પરંતુ ત્યારબાદ આ સમાચારની પુષ્ટિ થઇ ન હતી. પરંતુ હવે એક્ટ્રેસે પોતે આ વાતનો ખુલાસો કર્યો છે.

સ્વરા અને ફહદ શાહીન બાગ આંદોલન દરમિયાન મળ્યા હતા અને ત્યારે જ તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. સ્વરાએ તેના સોશિયલ મીડિયા પર તેની ત્રણ તસવીરો શેર કરી છે, જેમાં તે પતિ ફહાદ અહેમદ સાથે જોવા મળી રહી છે.તસવીરો શેર કરતા સ્વરાએ લખ્યું છે, ’ક્યારેક તમારી બધી પ્રાર્થનાઓનું ભગવાન તમને એક જ સમયે પરિણામ આપી દે છે. ભગવાનનો આશીર્વાદ, આભાર અને ઉત્સાહિત છુંપ અમે એક નવી દુનિયામાં ડગલું માંડવા જઈ રહ્યા છીએ.

સ્વરાએ આ તસવીરો પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી: આ પોસ્ટ સાથે સ્વરાએ હેશટેગ  #OctoberBaby શેર કર્યું છે એટલે કે સ્વરા ઓક્ટોબરમાં માતા બનવા જઈ રહી છે. તેની આ તસવીર પર લોકોને તેને ખૂબ અભિનંદન પાઠવી રહ્યા છે.

સેલેબ્સે પાઠવી શુભેચ્છા: સ્વરાની પોસ્ટ પર સેલેબ્સ તેને અભિનંદન આપી રહ્યા છે. ફિલ્મ મેકર ગુનીત મોંગાએ લખ્યું, ઢગલાબંધ પ્રેમ. ભગવાન તારુ ભલુ કરે. લિટલ વન માટે અભિનંદન. પ્રિયા મલિકે લખ્યું- અભિનંદન. એક્ટ્રેસ તિલોત્મા લખે છે,ઓહ ડિયર, ખૂબ ખૂબ અભિનંદન.

સ્વરાએ સમાજવાદી પાર્ટીની યુવા વિંગના નેતા ફહાદ અહેમદ સાથે લગ્ન કર્યા છે. બંનેએ ફેબ્રુઆરીમાં તેમના લગ્નનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તે પછી માર્ચમાં, આ બંનેના લગ્નનું સેલિબ્રેશન દિલ્હીમાં કરવામાં આવ્યું હતું.

જેમાં સંગીત અને કવ્વાલી નાઈટ યોજાઈ હતી. તેમના લગ્નનું રિસેપ્શન દિલ્હી અને મુંબઈમાં પણ યોજવામાં આવ્યું હતું, જ્યાં ઘણા સેલેબ્રિટીઝ અને રાજકીય હસ્તીઓ પહોંચી હતી.