
લખનૌ,
ઉત્તર પ્રદેશના પ્રસિદ્ધ દરગાહ આલા હઝરતના પ્રચારક મૌલાના શહાબુદ્દીન રઝવીએ ફહદ અહમદ અને સ્વરાના લગ્ન પર પોતાની પ્રતિક્રિયા આપી છે. શહાબુદ્દીન રઝવીએ નિવેદન જાહેર કરીને કહ્યું કે, બંનેએ જે લગ્ન કર્યા છે, તેનાથી એ સ્પષ્ટ થાય છે કે, સ્વરાએ ઈસ્લામ કબૂલ કર્યો નથી અને ઈસ્લામ કબૂલ કર્યા વિના બંનેના નિકાહ કર્યા છે, તો શરીયતની રોશનીમાં આ નિકાહ માન્ય નથી. તેમણે કહ્યું કે, ઈસ્લામ કબૂલ કરનારા અથવા ઈસ્લામમાં પહેલાથી જે દાખલ થયા છે, એજ લોકો એકબીજા સાથે નિકાહ કરી શકે છે, ગેર મુસ્લિમ સાથે નિકાહ કરવા તે માન્ય નથી.
મૌલાનાએ આગળ કહ્યું કે, લગ્ન માટે ઈસ્લામ ધર્મને ઢાલ બનાવવા માટે ઉપયોગ કરી શકાય નહીં. તેમણે આગળ કહ્યું કે, લોકો પોતાની ઈચ્છાને પુરી કરવા માટે ઈસ્લામનો ઉપયોગ કરે છે, તે યોગ્ય નથી. પોતાની ઈચ્છા અને આ પ્રકારની જિંદગી પસાર કરવા માટે ઈસ્લામને ઢાલ ન બનાવો. મૌલાના શહાબુદ્દીન રઝવીએ બરેલવીએ કહ્યું કે, છોકરી અથવા છોકરો જો બંને મુસલમાન છે, તો જ લગ્ન માન્ય છે, પણ જો છોકરો મુસલમાન છે અને છોકરી હિન્દુ છે, અને ઈસ્લામ ધર્મ કબૂલ કર્યો નથી, તો આવી સ્થિતીમાં બંનેના નિકાહ નહીં થાય. અને આ લગ્ન શરીયતની રોશનીમાં માન્ય ગણાશે નહીં, બંનેનો સંબંધ પણ અમાન્ય છે. છોકરો મુસલમાનનો ગુનેગાર ગણાશે.
આપને જણાવી દઈએ કે, વીરે દી વેડિંગની અભિનેત્રી સ્વરા ભાસ્કરે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર અહમદને ટેગ કરતા આ વાતની જાણકારી શેર કરી છે. ફહદ અહમદ સમાજવાદી પાર્ટીની યુવા વિંગ સમાજવાદી યુવજન સભાના પ્રદેશ અધ્યક્ષ છે.