
સ્વામીઓની લંપટ લીલાઓના વિરોધમાં હરિભક્તો મેદાને પડ્યા છે.. મોટી સંખ્યામાં હરિભક્તોએ ગઢડા મંદિર પહોંચીને વિરોધ પ્રદર્શન યોજ્યુ હતું. સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતી દ્વારા આ વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયું હતું.. વિરોધ પ્રદર્શન કરી રહેલા હરિભક્તોએ લંપટ સ્વામીઓને હોદ્દા પરથી દુર કરવા માંગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા પણ મોટી સંખ્યામાં હરિભક્તો ગઢડા સ્વામી નારાયણ મંદિર ખાતે હાથમાં બેનરો લઇ એકત્ર થયા હતા અને લંપટ સ્વામીઓને દુર કરવાની માંગ કરી હતી. વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોની દલીલ હતી કે આવા લંપટ સ્વામીઓને કારણે તેમને સહન કરવું પડે છે અને તેઓ જ્યાં પણ જાય છે ત્યાં તેમની સામે આંગળી ચીંધવામાં આવી રહી છે.