
દાહોદ,ભારત ભૂમિના મહાન ચૈત્નય પુરૂષ, ભારતના સનાતન મૂલ્યોને વિશ્વમાં ઉજાગર કરનાર યુવાનોના પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદજીને તેમની જન્મ જયંતીએ જીલ્લાના મહામંત્રી સ્નેહલ ધરિયાએ દીપ પ્રગટાવી, પુષ્પો અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ અવસરે જીલ્લા કાર્યાલય મંત્રી હીરાલાલ સોલંકી, રાજેશભાઈ સહેતાઈ, શેતલ કોઠારી, હાર્દિક પટેલ, જયદીપ ગેહલોત, દિશાંગ માળી અને સ્નેહલ નાગોરી ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરી.