દાહોદ, દાહોદ તાલુકાના પુંસરી ગામના શંકરભાઇ દિતાભાઇ ભુરિયાઅગાઉ ખેતી કામમાં સંકળાયેલા હતા 5રંતુ તેના થકી રોજીંદા જીવનનિર્વાહ કરવા પુરતી આવક મેળવી શકતા ન હતા. તેઓને ટ્રેકટર માટે લોનની જરૂરીયાતહોવાથી દાહોદ જીલ્લામાં ટૂાયબલ સબ પ્લાન કચેરી, દાહોદ ખાતેની આદિજાતિ વિકાસ કોર્પોરેશન શાખાનો સંપર્ક કરતાં, તેમને સ્વરોજગારી યોજના હેઠળ ટ્રેકટરવાહન માટે ઓછા ટકા વ્યાજના (6%) ના દરે લોન ઘિરાણ કરવામાં આવે છે. જેની જાણકારી મેળવી. સ્વરોજગારી યોજના હેઠળ ટ્રેકટર વાહનનું ફોર્મ ભરી, ટ્રાયબલ સબ પ્લાન ઓફીસમાં આપી, આદિજાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગર ખાતેથી સ્વરોજગારી યોજના હેઠળ ટ્રેકટર માટે રકમ રૂા.7,50,000 /- ની લોન મંજુર કરવામાં આવી. જેમા તેમને ટ્રેકટર ચલાવી આર્થિક કરી રીતે પગભર અંદાજે રૂા.30,000/- જેટલી માસિક આવક મેળવી, વાર્ષિક અંદાજે રૂા.2.00 લાખ થી રૂા.3.00 લાખની ચોખ્ખી આવક મેળવે છે. સરકારની સ્વરોજગારી યોજના હેઠળ ટ્રેકટરલોનથી તેમના જીવનમાં બદલાવ જોવા મળ્યો