SVPI એરપોર્ટ પર એરો ફેન બોક્સ થકી લાઈવ ક્રિકેટ ફીવરનો અભૂતપુર્વ અનુભવ

પ્રવાસીઓ અને શહેરીજનો ક્રિકેટના દિગ્ગજોને રમતમાં જોઈ શકે છે

ખાણી-પીણી, પાર્કિંગ અને માલ સામાનની પર ભરપૂર ડિસ્કાઉન્ટ અને ઑફર્સ!

સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ (SVPI) એરપોર્ટ પર ક્રિકેટ રસીયાઓ માટે અદભૂત મનોરંજન વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. એરો ફેન બોક્સના લોન્ચ સાથે મુસાફરો અને અમદાવાદીઓ હવે હવાઈ અડ્ડા – T1 આગમન પર મેચ-ડે વાતાવરણનો ઇમર્સિવ અનુભવ જીવંત માણી શકે છે. SVPI એરપોર્ટ પર એરો ફેન બોક્સનો અનુભવ ક્રિકેટ સીઝન 25 મે સુધી દરરોજ માણી શકાશે.

SVPI એરપોર્ટ પર મુસાફરો અને મુલાકાતીઓ સૌથી રોમાંચક ક્રિકેટ ટુર્નામેન્ટની મજા મનભરીને માણી શકે છે. મિત્રો અને પરિવાર સાથે તેઓ અવિસ્મરણીય યાદોને જીવંત કરી શકે છે. એરો ફેન બોક્સ એક્ટીવીટીઝ અને આકર્ષણોની આકર્ષક શ્રેણી પ્રદાન કરે છે. જેમાં નીચેની શામેલ છે

રસપ્રદ ઇનામો : સમગ્ર ઇવેન્ટ દરમિયાન વિશિષ્ટ ઇનામો જીતવાની તકો સાંપડશે.


વિશિષ્ટ ટીમ મર્ચેન્ડાઇઝ: સત્તાવાર ટીમ મર્ચેન્ડાઇઝની ઍક્સેસ થકી ક્રિકેટ રસીયાઓ ભરપૂર મનોરંજન માણી શકે છે.
મનોરંજક રમતો અને પ્રવૃત્તિઓથી લોકોની ઉત્સુકતા જળવાઈ રહેશે, ખાસ કરીને ગુજરાત ટાઇટન્સના મેચના દિવસો અને સપ્તાહના અંતે.

તમારી મનપસંદ ટીમ માટે ઉત્સાહ દર્શાવતી વખતે સ્વાદિષ્ટ અને આરામદાયક ખોરાક.

એક અનોખા અને અદભૂત મનોરંજનથી એરપોર્ટ ક્રિકેટ ફીવરથી ગુંજી ઉઠશે. તમે ભલે અનુભવી ક્રિકેટ ચાહક હોવ કે ફક્ત મનોરંજક પ્રવાસની શોધમાં હોવ, એરો ફેન બોક્સ દરેક માટે કંઈકને કંઈક નવુ લઈને આવ્યું છે.

આ રોમાંચક ક્રિકેટ ફિયેસ્ટા ચૂકશો નહીં. અમદાવાદ એરપોર્ટ પર અમારી સાથે જોડાઓ અને પહેલા ક્યારેય ન માણી હોય તેવી ગેમ નાઈટનો અનુભવ કરો.

લીસ્ટીંગ માટે
શું
એરો ફેન બોક્સ – લાઈવ ક્રિકેટનો ઉત્સાહ
ક્યા
હવાઈ અડ્ડા – T1, આગમન, સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, અમદાવાદ
ક્યારે
25 મે સુધી દરેક મેચનો દિવસ

કેમ
અમદાવાદ એરપોર્ટ પર ક્રિકેટ મેચ જોવાનો ક્યારેય ન અનુભવાયેલ ઉત્સાહ અનુભવવો!