સુત્રાપાડામાં ગરીબોના હકનું સરકારી અનાજ બારોબાર સગેવગે થતો રૂ.૧૫.૫૦ લાખનો જથ્થો જપ્ત

ગરીબોના હકનું સરકારી અનાજ બારોબાર સગેવગે કરાયું છે. જેમાં સુત્રાપાડાથી શંકાસ્પદ સરકારી અનાજ ઝડપાયુ છે. લોઢવા ગામેથી શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તેમાં મહેશ ભોળાના ગોડાઉનમાંથી ૧૫.૫૦ લાખનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તેમાં ૩૭૫ કટ્ટા ઘઉં, ૦૭ કટ્ટા બાજરીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો છે.

પુરવઠા અધિકારી, મામલતદાર સહિતની ટીમ ત્રાટકી હતી. ગીર સોમનાથના સુત્રાપાડામાં આવેલ લોઢવા ગામેથી શંકાસ્પદ સરકારી અનાજનો જંગી જથ્થો ઝડપાયો છે. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાને બાતમી મળતા દરોડો પાડ્યો હતો. જેમાં પુરવઠા અધિકારી, સ્થાનિક મામલતદાર સહિતની ટીમ ત્રાટકી હતી. તેમાં લોઢવા ગામે મહેશ ભોળા નામના વ્યક્તિના ગોડાઉનમાંથી જથ્થો ઝડપાયો છે. અનાજનો જથ્થો કન્ટેનરમાં ભરાતો હતો તે સમયે જ ટીમ ત્રાટકી હતી. જેમાં સ્થળ પરથી ૩૭૫ કટ્ટા ઘઉં, ૦૭ કટ્ટા બાજરો, ૨૪ કટ્ટા ઘઉંની કણકીનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો છે.

પુરવઠા તંત્રએ કન્ટેનર સહિત ૧૫.૫૦ લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે. જેમાં ગીર સોમનાથ જિલ્લામાં ગરીબોના સરકારી અનાજને બરોબર સગેવગે કરવાનું કૌભાંડ ચાલતુ હતુ. જેમાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની કાર્યવાહીના પગલે અનાજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. ગુજરાત સરકાર દ્વારા ગરીબો માટે સસ્તા અનાજનું વિતરણ કરવામાં આવતું હોય છે. જેથી ગરીબ અને નિસહાય લોકો પોતાનું જીવન નિર્વાહ કરી શકે. પણ જ્યારે આ ગરીબો માટે અપાતું અનાજનો બારોબાર સગેવગે થાય તો કેવું કેહવાય. ગુજરાતમાં એવા અનેકો કિસ્સાઓ સામે આવ્યા છે. અગાઉ ગુજરાતના યાત્રાધામ અંબાજી ખાતે સસ્તો અનાજ લઈ જતા ત્રણ વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ઇસમો લોકો સસ્તા અનાજની દુકાનથી જે ઘઉં, ચોખા લાવતા હતા તેઓના પાસેથી આ ત્રણ લોકો ખરીદતા હતા. જેમાં તંત્ર દ્વારા વધુ કાર્યવાહી કરાઇ છે.