સુશાંતસિંહ રાજપૂતના મોત મામલામાં એક બાદ એક નવા વળાંકો તેમજ ખુલાસાઓ સામે આવી રહ્યા છે. આ કેસની મુખ્ય આરોપી અભિનેત્રી રિયા ચક્રવર્તીએ હવે સુશાંતસિંહની બહેન પ્રિયંકાસિંહ અને અન્યોની સામે છેતરપીંડીનો કેસ દાખલ કરાવ્યો છે.
રિયા ચક્રવર્તીએ સુશાંતની બહેન પ્રિયંકા અને રામ મનોહર લોહિયા હોસ્પિટલના ડૉક્ટર તરુણ કુમાર અને અન્ય લોકો પર નકલી પ્રિસ્ક્રિપ્શન બનાવવાનો કેસ નોંધાવ્યો છે. રિયાએ NDPS એક્ટ અને ટેલી મેડિસીન પ્રેક્ટિસ ગાઇડલાઇન્સ 2020 વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે. રિયાના વકીલ સતીશ અનુસાર 8 જૂને સુશાંત સિંહ રાજપૂતને તેની બહેન પ્રિયંકા સિંહે તરુણ કુમારનુ નકલી પ્રિસ્ક્રિપ્શન મોકલ્યુ હતું. જેમાં તે દવાઓનો ઉલ્લેખ હતો જે NDPS એક્ટ હેઠળ આવે છે.
જોકે રિયાના વકીલ સતીશ અનુસાર 8 જૂને સુશાંત સિંહ રાજપૂતને તેની બહેન પ્રિયંકા સિંહે તરુણ કુમારનુ નકલી પ્રિસ્ક્રિપ્શન મોકલ્યુ હતું. જેમાં તે દવાઓનો ઉલ્લેખ હતો જે NDPS એક્ટ હેઠળ આવે છે. મહત્વનું છે કે, અભિનેત્રી રિયા ચક્રવર્તીના ભાઈ શોવિક ચક્રવર્તીની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ મામલે એનસીબીએ રિયા ચક્રવર્તીની પણ પૂછપરછ કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે આ કેસમાં આગામી દિવસોમાં રિયાની પણ ધરપકડ થઈ શકે છે.