સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ ઘરમાંથી અનેક વસ્તુ ગાયબ હતી,તમામ સીસીટીવી પણ બંધ હતાં

મુંબઇ,૧૪ જૂન ૨૦૨૦ના દિવસે સુશાંત સિંહ રાજપૂતના નિધનની ખબરે આખા દેશને હચમચાવી દીધો હતો. સાડા ત્રણ મહિનાથી વધારે સમય થઈ ગયો છે પરંતુ હજુ પણ સુશાંતના મોતનું રહસ્ય અકબંધ છે. હાલમાં જ તેમની બહેન શ્વેતા સિંહ ર્ક્તિીએ ભાઈના નિધન પર શંકા વ્યક્ત કરી અને તેની તપાસની કરવાની માંગ કરી છે. છિછોરે, એમએસ ધોની- ધ અનટોલ્ડ સ્ટોરી અને કેદારનાથ જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલા સુશાંત સિંહ રાજપૂતને લઈને કહેવામાં આવ્યું કે તેમણે સુસાઈડ કર્યો છે.

ડૉક્ટર્સે પણ એવું જ કહ્યું કે તેણે આત્મહત્યા કરી છે. પરંતુ પરિવાર અને ફેંસે હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. પોલીસ બાદ સુશાંતનો કેસ સીબીઆઈના હાથમાં ગયો, પરંતુ હજુ સુધી તેનુ રહસ્ય ખુલ્યું નહીં.

શ્વેતા સિંહ કીર્તિએ એક ઈન્ટરવ્યૂમાં એક વખત ફરી સુશાંતના નિધન પર ઘણા સવાલ ઉભા કર્યા છે. તેમણે કહ્યું કે તેમના ભાઈ ખૂબ સ્ટ્રોન્ગ માઈન્ડ વાળો માણસ હતો તો તે આવુ પગલું કેવી રીતે ભરી શકે. સાથે જ કીતએ સુસાઈડ વાળા દિવસની સ્ટોરી જણાવી.

કીર્તિએ કહ્યું કે સીબીઆઈ દેશની સૌથી મોટી ઈન્વેસ્ટિગેટર્સ છે તો તેમને ખબર હોવી જોઈએ કે સુશાંતની સાથે શું થયું કે પછી તેમને ઈન્વેસ્ટીગેશનમાં શું મળ્યું. તેમને બધાનો એક્સેસ આપવામાં આવ્યો હતો. શ્વેતાએ શંકા વ્યક્ત કરી કે સુસાઈડ વાળા દિવસે આખરે સુશાંતે પોતાનો રૂમ લોક કેમ કર્યો જ્યારે તેમણે એવુ ક્યારેય નથી કર્યું.

શ્વેતાએ કહ્યું- સીબીઆઈને બધી ડિટેલ્સ શેર કરવામાં આવી હતી. મને વિશ્વાસ છે કે તે એટલું જાણવા માટે પુરતી છે કે સુશાંતને શું થયું હતું. જેવી રીતે તેમના અપાર્ટમેન્ટના સીસીટીવી કેમેરા કામ ન હતા કરી રહ્યા. આસપાસના પણ સીસીટીવી કેમેરા પણ કામ ન હતા કરી રહ્યા? એવું કેમ થયું? ભાઈ તેના રૂમને ક્યારેય લોક ન હતો કરો. તે હંમેશા પોતાના રૂમને એનલોક જ રાખતો હતો.

શ્લેતા સિંહ કીર્તિએ જણાવ્યું કે તેમના ઘરમાંથી અમુક વસ્તુઓ ગાયબ થઈ. તેમણે જણાવ્યું, જ્યારે તમે અપાર્ટમેન્ટ છોડો તો તમારે ચાવી રિટર્ન કરવાની હોય છે. જ્યારે ચાવીનો ગુછ્છો પરત આપવામાં આવ્યો તો તેના રૂમની ચાવી ગાયબ હતી. ક્યાં ગઈ? જે આદમી તે અપાર્ટમેન્ટને ડીલ કરતો હતો. તેણે જણાવ્યુ કે ચાવીઓ તો અમે આપી હતી. તે બેડરૂમની કી પણ આપી હતી. તો તે ક્યાં ગઈ? ઘણી વસ્તુઓ છે જે સમજ નથી આવી હતી.