અભિનેત્રી રિયા ચક્રવર્તીનું નામ હાલ અબજપતિ બિઝનેસમેન સાથે જોડાઈ રહ્યું છે. શું તમે જાણો છો આ બિઝનેસમેનું આ અગાઉ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર સાથે નામ જોડાયું હતું. રિયાનું પણ અગાઉ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને સોહેલ ખાનની એક્સવાઈફ સીમાના ભાઈ બંટી સજદેહ સાથે જોડાયું હતું.
બોલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તી એકવાર ફરીથી ચર્ચામાં છે. રિપોર્ટસ મુજબ તે અબજપતિ બિઝનેસમેન નિખિલ કામથને ડેટ કરી રહી છે. જે ઈન્ડિયન ફાઈનાનશિયલ કંપની જેરોધાના કો ફાઉન્ડર છે. હાલના દિવસોમાં રિયાલિટી શો રોડીઝમાં જોવા મળેલી રિયાનું નામ આ અગાઉ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને સલમાન ખાનના ભાઈ સોહેલ ખાનની એક્સવાઈફ સીમાના ભાઈ બંટી સજદેહ સાથે જોડાઈ ચૂક્યું છે. જ્યારે નિખિલ અંગે કહેવાય છે કે તેમણે મિસ વર્લ્ડ માનુષી છિલ્લરને ડેટ કરી હતી.
રિયા ચક્રવર્તી સુશાંત સિંહ રાજપૂતનું મોત થયું ત્યારે તેની ગર્લફ્રેન્ડ હતી. સુશાંતના પિતા કે કે સિંહે રિયા પર અનેક આરોપ લગાવ્યા હતા અને ફરિયાદ કરી હતી. ત્યારબાદ સુશાંત સંલગ્ન ડ્રગ્સ કેસમાં રિયાએ જેલની હવા પણ ખાવી પડી હતી. આ દરમિયાન તેણે લોકોના ગુસ્સાનો પણ સામનો કરવો પડ્યો હતો. આ ઘટના બાદ હવે રિયાની લાઈફની ગાડી પાટા પર ચડી છે.
એકવાર ફરીથી રિયા ચક્રવર્તી ચર્ચામાં છે. એવું કહેવાય છે કે સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ હવે તેણે લાઈફમાં મૂવઓન કરી લીધુ છે. લેટેસ્ટ મીડિયા રિપોર્ટ્સ મુજબ રિયાની જિંદગીમાં પ્રેમે દસ્તક આપી છે. તે નિખિલ કામથ સાથે રિલેશનશીપમાં છે. રિયા હાલ 31 વર્ષની છે જ્યારે નિખિલ 36 વર્ષનો છે. બંનેની ઉંમરમાં 5 વર્ષનો તફાવત છે.
નિખિલ કામથ બિઝનેસની દુનિયામાં મોટું નામ છે. તેણે 8 હજાર રૂપિયાની નોકરીથી કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ જોબ સાથે તેણે સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ પણ શરૂ કરી દીધુ. જ્યારે નફો થવા લાગ્યો તો આ ફિલ્ડમાં તેણે ભાગ્ય અજમાવ્યું. ભાઈ નિતિન કામથ સાથે મળીને જેરોધા કંપનીની શરૂઆત કરી. આ એક ઈન્ડિયન ફાઈનાન્શિયલ સર્વિસ કંપની છે. જે શેર માર્કેટમાં શેર અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં લેવડદેવડ કરવા માટે પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવે છે. નિખિલની નેટવર્થની વાત કરીએ તો નાની ઉંમરમાં જ અબજપતિ બની ગયો છે. તેની અને તેના ભાઈ નિતિનની જોઈન્ટ નેટવર્થ 3.45 અબજ ડોલર છે. નિખિલ ત્યારે ખુબ ચર્ચામાં રહ્યો જ્યારે તેણે તેની કમાણીનો અડધો ભાગ દાન કરવાનો નિર્ણય લીધો હતો.