મુંબઇ, મિયામી’ અને માય સિસ્ટર કિપર જેવી ફિલ્મોમાં અભિનયની કૌશલ્ય સાબિત કરનાર ફોર્મક ચાઈલ્ડ અભિનેતા ઈવાન એલિંગ્સનનું ૩૫ વર્ષની વયે અવસાન થયું છે. ઈવાનના મૃત્યુનું કારણ જાણી શકાયું નથી. પરંતુ તે નશાની લત સામે ઝઝૂમી રહ્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર, સુશાંત સિંહની જેમ તે કેલિફોનયાના ફોન્ટાનામાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.
ઈવાન એલિંગ્સન તેના ત્રણ ભાઈઓ સાથે કેલિફોર્નિયાના લોસ એન્જલસ કાઉન્ટીમાં સ્થિત મ્યુનિસિપલ લોકેલિટી લા વર્નેમાં ઉછર્યા હતા. તે ખૂબ જ સ્પોર્ટી, સર્ફિંગ , સ્નો બોર્ડિંગ અને સ્કેટ બોર્ડિંગ કરતો હતો. ૨૦૦૪મા મેલ ગિબ્સન દ્વારા નિમત ટેલિવિઝન શ્રેણી કમ્પ્લીટ સેવેજમાં ઈવાનને કાઈલ સેવેજ તરીકે ભૂમિકા ભજવવામાં આવી હતી. જો કે, શ્રેણી એક સિઝન પછી સમાપ્ત થઈ હતી.
૨૦૦૭માં ઇ. એલિંગસનને ટીવી સીરીઝ ૨૪ આવર્સની છઠ્ઠી સીઝનમાં જેક બાઉરના ભત્રીજાની ભૂમિકામાં જોવા મળ્યો હતો. ૨૦૦૭ના અંતમાં, ઈવાન એલિંગ્સનનુંને સીબીએસ ટેલિકાસ્ટ સીએસઆઇ મિયામીમાં ભૂમિકા મળી. તેમણે લેફ્ટનન્ટ હોરાશિયો કેન (ડેવિડ કેરુસો અભિનીત)ના પુત્ર કાયલ હાર્મનની ભૂમિકા ભજવી હતી. ઈવાનને એક પુત્રી બ્રુકલિન એલિંગ્સન છે, જેનો જન્મ ૨૦૦૮માં થયો હતો. તેના ભાઈ ઓસ્ટિન એલિંગ્સનનું પણ ઓવરડોઝથી મૃત્યુ થયું હતું.