સુશાંતને યાદ કરીને રડી પડ્યા સ્મૃતિ ઇરાની

મુંબઇ, ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ ફેઇમ સ્મૃતિ ઇરાનીએ ખુલાસો કર્યો છે કે જ્યારે તેમણે સાંભળ્યું કે, સુશાંત સિંહ રાજપૂતનું મોત થઇ ગયું છે તો ખૂબ ડિસ્ટર્બ થઇ ગયા હતા. તેઓ એક મીટિંગ કરી રહ્યા હતા અને તેમણે તેને તાત્કાલિક રોકી દીધી. એક ઇન્ટરવ્યૂમાં સુશાંત સિંહ રાજપૂતની વાત કરતા કરતા સ્મૃતિ ઇરાની રડવા લાગે છે. તેમણે કહ્યું કે, સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ તાત્કાલિક તેમણે એક્ટર અમિત સાધને ફોન કર્યો હતો. તેમને ડર હતો કે તે કંઇક ખોટું પગલું ઉઠાવી ન લે. ત્યારબાદ તેમણે અમિત સાથે લગભગ ૬ કલાક સુધી ફોન પર વાત કરી.

સ્મૃતિ ઇરાનીએ નીલેશ મિશ્રા સાથે એક કાર્યક્રમ ‘ધ સ્લો ઇન્ટરવ્યૂ’માં આ વાતો કહી છે. તેમણે ૧૪ જૂન ૨૦૨૦ના દિવસને યાદ કર્યો, જ્યારે સુશાંત સિંહ રાજપૂતનું મોત થઇ ગયું હતું. સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે, મને યાદ છે જે દિવસે સુશાંત સિંગ રાજપૂતનું મોત થયું. હું વીડિયો કોન્ફરન્સમાં હતી. ઘણા બધા લોકો હતા, પરંતુ મેં કહ્યું કે હું અત્યારે એ નહીં કરી શકું. મેં તેને રોકવા માટે કહ્યું. મને લાગ્યું કે, તેણે મને ફોન કેમ ન કર્યો. તેણે એક વખત ફોન કર્યો હોત. મેં એ છોકરાને કહેલું તું યાર પોતાની જાતને મારતો નહીં.

સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે, મને તાત્કાલિક અમિત સાધ માટે ડર લાગ્યો. મેં અમિતને ફોન કર્યો તો શું કહી રહ્યો છે. મને ખબર હતી કંઇક ગરબડ કરશે છોકરો, તેણે મને કહ્યું નથી રહેવું.. શું કર્યું આ ઇડિયટે. અમિત દિલ્હીમાં એક જ્વેલરી શૉપમાં ગાર્ડ હતો. જ્યારે તે ખૂબ નાનો હતો, તેના પિતાનું મોત થઇ ગયું હતું. મને અનુભવ થયો કે કંઇક ખોટું થઇ શકે છે. પબ્લિસિસ્ટ રોહિણી ઐય્યરે મને કહ્યું કે, મને ખૂબ ડર લાગી રહ્યો છે, કોઇ તેને શોધો. ત્યારે સ્મૃતિએ અમિતને ફોન કર્યો. મેં તેને ફોન કર્યો તો તેણે પૂછ્યું કોઇ કામ નથી તમારી પાસે.

મેં કહ્યું છે ને, ચાલ વાતો કરીએ. ત્યારબાદ બંનેએ ૬ કલાક સુધી વાત કરી હતી. અમિત સાધે સુશાંત સિંહ રાજપૂત સાથે ફિલ્મ ‘કાઇ પો છે’માં કામ કર્યું હતું. આ અગાઉ અમિતે ચેતન ભગતના પૉડકાસ્ટમાં જણાવ્યું હતું કે, સુશાંતના નિધન બાદ તે ખૂબ પરેશાન હતો અને સ્મૃતિ ઇરાનીએ તેની ખૂબ મદદ કરી. મને ખબર નહોતી કે તેમને કઇ રીતે ખબર પડી કે હું પરેશાન છું. મને તેમનો કોલ આવ્યો. તેમણે મારી સાથે વાત કરી. અમે લગભગ ૬ કલાક વાત કરી. મેં કહ્યું કે, હું ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા માગતો નથી, હું પહાડોમાં રહીશ.