મુંબઈ,
સુશાંતસિંહ રાજપૂત મામલમાં મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીને માનવામાં આવે છે. સુશાંતસિંહ રાજપૂત કેસમાં સીબીઆઈએ શુક્રવારે રિયા ચક્રવર્તીની આઠ કલાકથી વધુ પૂછપરછ કરી હતી. આજે પણ સીબીઆઈ રિયાને પૂછપરછ માટે બોલાવી શકે છે. પરંતુ તેની આધિકારીક પુષ્ટી નથી થઈ. સમય હજુ નક્કી નથી કરવામાં આવ્યો. સૂત્રોની જાણકારી મુજબ સીબીઆઈ અભિનેત્રીના જવાબથી સંતુષ્ટ નથી. સીબીઆઈએ શુક્રવારે કરેલી પૂછપરછમાં રિયા ચક્રવર્તીએ કહૃાું તેના પર લગાવવામાં આવેલા આરોપો ખોટા છે.
રિયાએ કહૃાું તેને નથી ખબર કે ૮ જૂનથી ૧૩ જૂન વચ્ચે શું થયું. અભિનેત્રીએ કહૃાું સુશાંત ડિપ્રેશનમાં હતો. ડૉક્ટર પૂરાવા આપશે. સીબીઆઈની પૂછપરછ બાદૃ રિયા સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશન પહોંચી હતી. ડીઆરડીઓ ગેસ્ટ હાઉસ બાદ જ્યારે રિયા પોતાના ઘરે જવા નિકળી તો ત્યાં મીડિયાનો જમાવડો થયો હતો. બાદમાં તે પોલીસ સ્ટેશન પહોંચી હતી. અભિનેત્રી સાથે તેનો ભાઈ શૌવિક પણ હાજર હતો. રિયાએ પોલીસ પાસે સુરક્ષાની માંગ કરી હતી. બાદમાં પોલીસની સુરક્ષામાં તે પોતાના ઘરે પહોંચી હતી. સૂત્રોએ જણાવ્યું કે સીબીઆઈએ રિયાને સવાલ કર્યા હતા કે કઈ રીતે તે દિવંગત અભિનેતાના સંપર્કમાં આવી હતી.
ક્યારે તેણે અભિનેતા સાથે ડેિંટગ કરવાનું શરૂ રકર્યું. સુશાંત સાથે તેના સંબંધો કેવા હતા. સૂત્રોએ કહૃાું કે સીબીઆઈએ પૂછ્યું કે યૂરોપ યાત્રા દરમિયાન શુ થયું હતું. ક્યારે તે સુશાંતને સારવાર માટે લઈ ગઈ હતી. કેમ તેણે સુશાંતના પિતાના ફોનને નજરઅંદા જ કરી દિધો, જ્યારે તેમણે તેની સારવારની વિસ્તૃત જાણકારી માંગી હતી. રિયાને એ પણ પૂછવામાં આવ્યું કે તેણે ૮ જૂને સુશાંતનું ઘર છોડી દિધુ અને કેમ તેના મેસેજને નજરઅંદાજ કર્યા અને તેનો નંબર બ્લોક કરી દિધો હતો.