મુંબઈ,
સુશાંતસિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સનો કેસ સામે આવ્યો ત્યારથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ઝડપી કાર્યવાહી કરી રહ્યું છે. શુક્રવારે, રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિક ચક્રવર્તી, સુશાંતના ઘરના મેનેજર સેમ્યુઅલ મિરાંડાના ઘરે દરોડા પાડ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. આ પછી તેને શનિવારે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. રાત્રે સુશાંતના અંગત સ્ટાફના દીપેશ સવંતની ધરપકડ કરી હતી. આજે તેને કોર્ટમાં રજૂ કરાયો હતો. આ સાથે આજે રિયા બ્યુરો ચીફ સમક્ષ હાજર થઈ છે. સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પણ આ કેસની તપાસમાં સામેલ છે. સુશાંતના નજીકના મિત્રોની પૂછપરછ ચાલુ છે. આ ઉપરાંત એનસીબીની ટીમ આજે રિયાના ઘરે પહોંચી હતી અને સમન્સ પાઠવ્યું હતું જેને લઈ રિયા NCB કચેરીએ પહોંચી હતી. સવારે રિયા ચક્રવર્તીના વકીલ સતિષ માનશિંદેએ કહ્યું હતું કે, “રિયા ચક્રવર્તી ધરપકડ માટે તૈયાર છે. જો કોઈને પ્રેમ કરવો તે ગુનો છે, તો પછી તેઓને તેમના પ્રેમના પરિણામો ભોગવવા પડશે. નિર્દોષ હોવા છતાં, તેમણે બિહાર પોલીસ તેમજ CBI, ED અને NCBના કોઈપણ કેસમાં આગોતરા જામીન માટે કોઈ કોર્ટમાં અરજી કરી નથી.”
રિયા ચક્રવર્તીની ક્રોસ પૂછપરછ
રિયા NCB સમક્ષ હાજર થઈ છે. પૂછપરછ કરવામાં આવી રહી છે. આ પહેલા પત્રકારોને માહિતી આપતા NCBના નાયબ નિયામક અમિત ફક્કડ ઘાવતેએ કહ્યું હતું કે, ‘રિયા ચક્રવર્તીની ક્રોસ પૂછપરછ કરવામાં આવશે આ સિવાય બીજું કંઇ નહીં. તમને આના પરિણામ વિશે પણ જાણકરવામાં આવશે.’