સૂર્યકુમાર યાદવની સર્જરી સફળ! હોસ્પિટલના ખાટલામાંથી જોઈ ભારત-અફઘાનિસ્તાનની મેચ

  • ટી20 સીરીઝની છેલ્લી મેચમાં ભારતનો વિજય
  • 2-2 સુપર ઓવર બાદ ભારતે મારી બાજી
  • હોસ્પિટલમાં દાખલ સૂર્યકુમાર યાદવનો રિએક્શન વાયરલ

બેંગલોરમાં ગુરુવારે ભારત અને અફઘાનિસ્તાનની વચ્ચે ટી20 સીરીઝની છેલ્લી મેચ રમવામાં આવી. આ મેચમાં ફેન્સને એક નહીં પણ 2-2 સુપર ઓવર જોવા મળી. જાણે મેચ તો પૂરી થવાનું નામ જ નહોતી લઈ રહી! ભારતની આ જીતનો શ્રેય કેપ્ટન રોહિત શર્માને જાય છે કારણકે તેમણે પોતાના અનુભવ અને ટ્રેનિંગથી ખેલાડીઓને યોગ્ય ગાઈડેન્સ આપ્યું અને ટીમને વિજયી બનાવ્યું.

ટીમ 24 રન પર 4 વિકેટ ગુમાવી બેઠી હતી જે બાદ હિટમેને રોહિત શર્મા પોતાની ધમાકેદાર બેટિંગથી આખી મેચ પલટી દીધી. તેમણે 121 રનની ઈનિંગ રમી અને એટલું જ નહીં સુપર ઓવરમાં પણ તેમણે હિટ્સ લગાડ્યાં. તો બીજી તરફ ટીમની બહાર થયેલા સૂર્યકુમાર યાદવે રોહિતની આ ઈનિંગ હોસ્પિટલમાં બેઠે-બેઠે માણી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સાઉથ આફ્રીકા સામેની મેચમાં ગંભીરરૂપે ઘાયલ થયેલ સૂર્યકુમાર યાદવ હોસ્પિટલમાં દાખલ છે. થોડા સમય પહેલાં જ તેમણે સર્જરી કરાવી છે અને હાલમાં તેઓ હોસ્પિટલમાં દાખલ છે. તેમણે હોસ્પિટલ બેડ પર સૂતાં-સૂતાં જ પોતાની એક ફોટો પોસ્ટ કરીને ફેન્સને પોતાના માટે અપડેટ આપ્યો. તેમણે હોસ્પિટલમાં દાખલ હોવા છતાં હિટમેનની બેટિંગ મિસ ન કરી. વીડિયોમાં જોઈ શકાય છે કે રોહિત શર્માએ જેમ પોતાની સદી ફટકારી સૂર્યકુમાર ચીયર કરતાં દેખાયા.

પહેલી સુપર ઓવર ટાઈ થયા બાદ બીજી સુપર ઓવર થઈ. આ વખતે ભારતે પ્રથમ બેટિંગ કરી હતી. અને 11 રન બનાવ્યા. મોટાભાગના ક્રિકેટ પ્રેમીઓ મનમાં વિચાર આવ્યો હશે કે ભારત મેચ હારી શકે છે. પરંતુ ભારતીય ખેલાડીઓએ પોતાનો કમાલ મેદાન પર દેખાડી દીધો.