સૂર્યકુમાર યાદવને બીબીએલ માં ખરીદવો અસંભવ: મેક્સવેલ

મુંબઇ,

ભારતના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ હાલના સમયનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન બની ગયો છે, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ તેને તાજેતરમાં જ ટી૨૦ સીરીઝમાં સદી ફટકારીને બધાને ચોંકાવી દીધા હતા, આ પહેલા તેને ટી૨૦ વર્લ્ડકપ ૨૦૨૨માં પણ ધમાલ મચાવતી બેટિંગ કરી હતી. તેને વર્લ્ડકપમાં પણ ત્રણ ફિટી ફટકારીને ધમાલ કરી દીધી હતી. તેને ભારતનો ૩૬૦ ડિગ્રી બેટ્સમેન કહેવામાં આવી રહ્યો છે, સૂર્યકુમાર યાદવની બેટિંગ પર ક્રિકેટ ફેન્સ અને દિગ્ગજો ફિદા છે, હવે આ લિસ્ટમાં વધુ એક નામ જોડાઇ ગયુ છે, અને તેને ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલનનુ.

મેક્સવેલિ સૂર્યકુમાર યાદવની બેટિંગની પ્રસંશા કરતા ખાસ પ્રતિક્રિયા આપી છે. ખરેખરમાં, ઓસ્ટ્રેલિયન સ્ટાર બેટ્સમેન ગ્લેન મેક્સવેલને જ્યારે પુછવામાં આવ્યુ કે શું સૂર્યકુમાર યાદવને બિગ બેશ લીગમાં કૉન્ટ્રાક્ટ મળવો જોઇએ. તેના પર તેને મજેદાર જવાબ આપતા કહ્યું કે, અમારી પાસે પર્યાપ્ત પૈસા નથી, તેને ખરીદવા માટે અમારે દરેક ખેલાડીના કૉન્ટ્રાક્ટને બરખાસ્ત કરવો પડશે, કેમ કે અનુબંધિત ક્રિકેટરના કૉન્ટ્રાક્ટને કેન્સલ કરવા પડશે. સૂર્યકુમાર યાદવની પ્રસંશા કેટલાય ક્રિકેટર્સ અને એક્સપર્ટ કરી ચૂક્યા છે. તેને પોતાની બેટિંગથી અનેકને કાયલ કર્યા છે. હાલમાં સૂર્યકુમાર યાદવ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાનારી વનડે સીરીઝનો ભાગ હશે, જે ૨૫ નવેમ્બરે શરૂ થઇ રહી છે.