- સૂર્ય નમસ્કાર જીલ્લા કક્ષાની સ્પર્ધા કિશાન માધ્યમિક વિદ્યાલય લુણાવાડા ખાતે તા.26/12/2023 ના રોજ સવારે 09:00 કલાકે યોજાશે.
મહીસાગર, ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર તથા ગુજરાત રાજય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજીત જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી મહીસાગર સંચાલિત સૂર્ય નમસ્કાર સ્પર્ધા સમગ્ર મહીસાગર જીલ્લામાં તા.19/12/2023 નારોજ તમામ શાળાઓમાં યોજાઈ ગઈ. જેમાં 9 વર્ષથી 18 વર્ષ, 19 વર્ષથી 40 વર્ષ તેમજ 41 વર્ષથી ઉપરના સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
સૂર્ય નમસ્કાર તાલુકા કક્ષાની સ્પર્ધાના લુણાવાડા તાલુકામાં મહાત્મા ગાંધી વિદ્યા મંદિર મલેકપુર, બાલાશિનોર તાલુકામાં એલ.કે.આર. હાઈસ્કુલ જેઠોલી, સંતરામપુર તાલુકામાં શારદા વિદ્યાલય કાળીબેલ, કડાણા તાલુકામાં ઈ.એમ. આર.એસ.કડાણા, ખાનપુર તાલુકામાં ડી.વી.પટેલ હાઈસ્કુલ બોરવાઈ, વિરપુર તાલુકામાં દેસાઈ સી.એમ.હાઈસ્કૂલ વિરપુરમાં તા.23/12/2023 ના રોજ સવારે 09:00 કલાકે યોજાશે.
સૂર્ય નમસ્કાર નગરપાલિકાકક્ષાની સ્પર્ધા લુણાવાડા નગરપાલિકામાં પંચશીલ ગર્લ્સ હાઈસ્કુલ, સંતરામપુર નગરપાલિકામાં જે.એચ.મહેતા હાઇસ્કૂલ, બાલાશિનોર નગરપાલિકામાં શેઠ ઓચ્છવલાલ હાઈસ્કુલમાં 23/12/2023ના રોજ સવારે 09:00 કલાકે યોજાશે અને સૂર્ય નમસ્કાર જીલ્લા કક્ષાની સ્પર્ધા કિશાન માધ્યમિક વિદ્યાલય લુણાવાડા ખાતે તા. 26/12/2023 નારોજ સવારે 09:00 કલાકે યોજાશે.