સૂર્ય-ગુજરાત યોજના’ હેઠળ તાપી જિલ્લામાં રૂ. ૮.૫૦ લાખ સબસીડી ચૂકવાઈ

વિધાનસભા ગૃહ ખાતે તાપી જિલ્લામાં રહેણાંક વિસ્તારમાં સોલાર રૂફટોપ યોજના ‘સૂર્ય-ગુજરાત’ની વિગતો અંગે પૂછાયેલા પ્રશ્ર્નના જવાબમાં ઊર્જા મંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં તાપી જિલ્લામાં ૧,૩૬૩ વીજ ગ્રાહકોએ સોલાર સિસ્ટમ લગાવી છે, જેની કુલ ક્ષમતા ૫,૫૮૨ કીલોવોટ છે. સોલાર સિસ્ટમ લગાવનાર આ વીજ ગ્રાહકોને કુલ રૂ. ૮.૫૦ લાખ સબસીડી ચૂકવવામાં આવી છે. આ યોજના હેઠળ છોટાઉદેપુર જિલ્લામાં તા. ૩૧-૧૨-૨૦૨૩ની સ્થિતિએ કુલ ૮૧૧ વીજ ગ્રાહકોની નોંધણી કરવામાં આવી હતી. જેની વીજક્ષમતા ૩૩૨૪ કિલો વોટ છે