સુરેન્દ્રનગર એસટી ડેપોને ૩ પુશ બેક ૨*૨ લકઝરી બસ ફાળવી

નવીદિલ્હી,

સુરેન્દ્રનગર એસટી ડેપોમાંથી મોટી સંખ્યામાં મુસાફરો મુસાફરીનો લાભ લઇ રહ્યા છે. ત્યારે આ ડેપોમાં ગુજરાત રાજય સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા પુષબેક ૨ટ૨ લકઝરી કોચ નવીન ૩ બસો ફાળવતા મુસાફરોમાં રાહત થઇ હતી. આ એસટી બસોનો તા.૧૫-૩-૨૦૨૩ને સવારે ૮.૪૫ કલાકે સુરેન્દ્રનગર એસટી ડેપોમાં વઢવાણ ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાશે. ધ્રાંગધ્રા અને લીંબડી એસટી ડેપોમાં ૨ મીની બસો ફાળવી હતી. ડેપોમાંથી ૧૬૦થી વધુ બસો દોડાવીને સંચાલન કરવામાં આવી રહ્યુ છે. ત્યારે મુસાફરો માટે સલામતી સવારી વધુ મજબુત બને તે માટે એસટી તંત્ર પ્રયાસો કરી રહ્યુ છે. ત્યારે સુરેન્દ્રનગર એસટી ડેપોને ગુજરાત રાજય સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા નવીન ૨ટ૨ લકઝરી કોચ ૩ બસો ફાળવી હોવાની વિગતો બહાર આવી હતી. જેના કારણે મુસાફરોમાં આનંદ ફેલાયો હતો. આ ઉપરાંત ધ્રાંગધ્રા ડેપોમાં -૧ તેમજ લીંબડી એસટી ડેપોમાં-૧ મીની બસ ફાળવી હોવાની વિગતો બહાર આવી હતી. સુરેન્દ્રનગર એસટી ડેપોમાં ફાળવેલી ૩ લકઝરી બસોમાંથી ૨ બસો સુરેન્દ્રનગર-સુરત તેમજ ૧ બસ સુરેન્દ્રનગર -ભુજ રૂટ પર દોડાવવામાં આવશે. આ અંગે સુરેન્દ્રનગર એસટડી ડેપો મેનેજર આઇ.જે.નાયીએ જણાવ્યું કે, સુરેન્દ્રનગર ડેપોને ફાળવેલી ૩ નવી બસોનું લોકાર્પણ તા. ૧૫-૩-૨૦૨૩ને બુધવારે સવારે ૮.૪૫ કલાકે ગાંધીનગર નાયબ દંડક અને વઢવાણ ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે યોજાશે.