સુરેન્દ્રનગર જિલ્લામાં અને તેના તાલુકામાં તો કોઈ છેલ્લા કેટલાક સમયથી કાયદો વ્યવસ્થાના ધજાગરા બોલી રહ્યા છે અને કાયદો વ્યવસ્થા જાણે કે સુરેન્દ્રનગરમાં હોય જ નહીં તેઓ માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે લોકોની સલામતીનો પણ હાલમાં સવાલ ઉત્પન્ન થયો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના હજુ થાન મા પાંચ કિલો ચાંદીની લૂંટ થઈ છે તેની કલાકોની અંદર જ સુરેન્દ્રનગર શહેરના મિલન સિનેમા પાસે આવેલી અને મેગા મોલ પાસે જ આવેલી બેંકમાં સંસનાટી ભરી લૂંટ થઈ છે. સુરેન્દ્રનગર શહેરમાં આજે અને જિલ્લામાં લૂંટના બે બનાવ સામે આવ્યા છે ત્યારે કાયદો વ્યવસ્થા સામે અનેક સવાલો ઉત્પન્ન થયા છે.
ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર પાસે આઇડીબીઆઇ બેન્કમાંથી નાણા ઉપાડી સ્કૂટર લઈ અને કોટક મહિન્દ્રા બેક્ધમાં નાણા ભરવા જાય તે પહેલા જ બાઈક ઉપર આવી અને બે શખ્સો છરીના ઘા મારી અને રૂપિયા ૧૮.૨૦ લાખની સનસનાટી ભરેલી લૂંટ કરી અને ચાલ્યા ગયા છે ત્યારે આ અંગે તાત્કાલિક અસરે પોલીસ તંત્રને જાણકારી આપવામાં આવતા પોલીસ કાફલોે હાલમાં મિલન સિનેમા પાસે આવેલી બેક્ધ ખાતે પહોંચ્યા છે.
સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ શરૂ કરી છે ત્યારે હાલમાં સુરેન્દ્રનગર શહેરની બેકમાં રૂપિયા ૧૮ લાખ અને ૨૦,૦૦૦ રૂપિયાની સનસનાટી ભરી લૂંટ થઈ છે ત્યારે શહેરમાં અનેક ચર્ચા સવાલો અનુસાર શહેરમાં કાયદો વ્યવસ્થાના જગ જાહેરમાં ધજાગરા બોલે છે અને ધોળા દિવસે લૂંટના બે બનાવો સામે આવ્યા છે. ત્યારે થાનના બનાવવામાં પણ હજુ સવારના ૯-૦૦ વાગ્યેમાં લૂંટનો બનાવ સામે આવ્યો છે ત્યારે સુરેન્દ્રનગર શહેરની બેંકમાં ૧૮,૨૦,૦૦૦ ની લૂંટનો બનાવ અત્યારે બન્યો છે અને સામે આવ્યો છે ત્યારે પોલીસ તંત્ર અને બેન્કના કર્મચારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લાની કાયદો વ્યવસ્થા કથળી એક જ દિવસમાં બે લૂંટના બનાવ સામે આવ્યા, હજી ’થાનમાં લૂંટ થઈ તેને ગણતરીની કલાકો જ થયા હતા ત્યાં સુરેન્દ્રનગર શહેરની મિલન સિનેમા પાસે આવેલી બેંકમાં છરીના ઘા મારી અને સંસનાટી ભરી લૂંટ કરી લૂંટારા ફરાર થયા છે ત્યારે પોલીસે નાકાબંધીના આદેશો આપી તપાસ શરૂ કરી છે