સુરેન્દ્રનગરમાં ભેટ ગામે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં દુર્ઘટના, ૩ મજૂરના મોત થયાં

સુરેન્દ્રનગર જીલ્લામાં અનેક વખત ગેરકાયદેસર ખાણમાં ખોદકામ થવાના કારણે મજૂરો મોતને ભેટતાહોય છે ત્યારે ફરીથી ખનિજ માફીયાઓ મજૂરોના મોતના સોદાગરો બન્યા હોવાનું જાણવા મળ્યું છે. ૨૦૦ ફૂટ ઊંડે મજૂરોને ખાણમાં ખોદકામ માટે ઉતારવામાં આવ્યા હતા. આકાહક્ધ ખાણમાં દુર્ઘટના સર્જાતા ૩ મજૂરોના મોત નિપજ્યા છે.

પોલીસ અને ખાણ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. ૨૦૦ ફૂટ ઊંડે ગેરકાયદેસર ચાલતી કાર્બોસેલની ખાણમાં ખોદકામ માટે મજૂરોને ઉતારવામાં આવ્યા હોવાને લઈ પરિવારમાં રોષ ફેલાયો છે.એટલું જ નહીં, મૃતકોનાં મૃતદેહોને સગેવગે કરવાનું કાવતરૂં ખનિજ માફિયાઓએ રચ્યું હોવાને લઈ ખળભળાટ મચી ગયો છે. હવે જોવાનું એ રહે છે કે જીલ્લા વહીવટી તંત્ર, ખનિજ વિભાગ અને પોલીસ અધિકારીઓ મજૂરોના મોતના મામલે કેટલી સખ્ત કાર્યવાહી કરે છે..