સુરેન્દ્રનગર,\ સુરેન્દ્રનગરના જોરાવરનગર ગામે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા મજૂર પરિવારની ત્રણ વર્ષની બાળકી બીમાર પડતા માતા તેને હોસ્પિટલમાં લઈ જવાના બદલે આ જ વિસ્તારમાં રહેતા ભૂવા પાસે લઈ ગઈ હતી ત્રણ માસની બાળકીને ડામ આપવાના મામલામાં કરુણ અંજામ આવ્યો છે.. બાળકીનું રાજકોટમાં સારવાર દરમ્યાન મોત થયું છે. બાળકીની સારવાર રાજકોટની જનાના હોસ્પિટલમાં ચાલી રહી હતી.
મહત્વપૂર્ણ છે કે સુરેન્દ્રનગરના જોરાવરનગરની આ બાળકીનો ભોગ તેના મા-બાપની અંધશ્રદ્ધાએ લીધો.. સુરેન્દ્રનગરના જોરાવરનગર ગામે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા મજૂર પરિવારની ત્રણ વર્ષની બાળકી બીમાર પડતા માતા તેને હોસ્પિટલમાં લઈ જવાના બદલે આ જ વિસ્તારમાં રહેતા ભૂવા પાસે લઈ ગઈ હતી અને ભૂવાએ માસૂમ બાળકીને શરીરે અગરબત્તીના ડામ દીધા હતા.
બાળકીને ડામ આપવામાં આવતા બાળકીની તબીયત વધુ લથડી હતી.. જે બાદ તેને સ્થાનિક તબીબ પાસે લઈ જવામાં આવી હતી.. અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાઈ હતી જ્યાં તબીબને તપાસમાં સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસને જાણ કરવામાં આવી હતી.
આ બનાવ સંદર્ભેની જાણ થતા જોરાવરનગર પોલીસ રાજકોટ પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બાળકીના પિતા ગંભીર બીમારીમાં સપડાયા હોય તેની અસર બાળકીને થઈ હોવાની આશંકાએ સારવાર કરાવવાના બદલે માતા ભૂવા પાસે લઈ ગયાનું ખુલ્યું હતું.