શહેરા, સુરેલી ગામની ગોમા નદી માંથી ગેરકાયદેસર સફેદ રેતી ચોરી પ્રકરણ ના સમાચાર પ્રસિદ્ધ થતા જીલ્લા કલેકટર એ ખાણ ખનીજ વિભાગ ને તપાસ ના આદેશ આપતા ખાણ ખનીજ વિભાગ ના અધિકારીઓ દોડતા થયા અને ખાણ ખનીજ ની ટિમ દ્વારા સુરેલી નદી ના ખાડા માપી આગળ ની કાર્યવાહી હાથ ધરી કાલોલ તાલુકાના સુરેલી ગામની ગોમાં નદી માંથી ગેરકાયદેસર રીતે સરકારી મિલકત માંથી સફેદ રેતી નું ખનન થય રહયુ હતુ જેને લય ગામના સરપંચ દ્વારા ટેક્ટર માલીક ને રેતી ખનન કરતા અટકાવવામાં આવીયા હતા જેને લય મામલો બીચકાયો હતો અને મામલો ઉગ્ર બનતા ગામના સરપંચ દ્વારા વેજલપુર પોલીસ તેમજ ખાણ ખનીજ ના અધિકારીઓ ને બોલાવવામાં આવ્યા હતા અને ટેક્ટર ની અટકાયત કરી વેજલપુર પોલીસ મથકે હુમલા ની ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી જેને લય સરકારી તંત્ર માં દોડ ધામ મચી જવા પ્રામી હતી અને ખાણ ખનીજ ના અધિકારીઓ સુરેલી ગામની ગોમાં નદી માંથી ગેરકાયદેસર રીતે સરકારી મિલકત માંથી સફેદ રેતી ચોરીના ખાડા ની માપણી કરવામાં આવી છે જેથી હવે પંચમહાલ જીલ્લા ખાણ ખનીજ ના અધિકારીઓ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે જોવું રહયુ.