સુરત,સુરતમાં નિષ્ઠુર પુત્રના લીધે માબાપને આત્મહત્યા કરવાની ફરજ પડી છે. સુરતના સરથાણા વિસ્તારમાં માબાપે પુત્રએ વિદેશ જઈ તરછોડી દેતા આત્મહત્યા કરવાની ફરજ પડી છે. પુત્ર કેનેડા જઈને માબાપને ભૂલી જતાં તેમણે આત્મહત્યા કરવાની ફરજ પડી હતી.
વૃદ્ધ માતાપિતાએ સુસાઇડ નોટ લખીને આત્મહત્યા કરવાની ફરજ પડી હતી. પુત્રએ કેનેડા જવા માટે ૩૮ લાખ રૂપિયાનું દેવુ કર્યુ હતુ, આ દેવુ પણ માબાપે ચૂકવી દીધુ હતુ. આમ છતાં પણ કેનેડા જઈને પુત્રે મોઢું ફેરવી લેતા માબાપ જાણે પોતે અનાથ થઈ ગયા હોવાનું અનુભવતા હતા. પુત્ર એક વખત કેનેડાથી સુરત આવ્યો હતો, પરંતુ માબાપને મળ્યા વગર જતો રહ્યો હતો. આમ પુત્રના આ પ્રકારના વલણને માબાપની સ્થિતિ ખરાબ કરી દીધી હતી.
પુત્રના આ વલણથી માતાપિતા માનસિક રીતે ભાંગી પડ્યા હતા. પુત્રએ સુરત આવી મોઢું પણ ન બતાવતા અને વિદેશથી ફોન પણ ન કરતાં તેમના હૃદયે જબરદસ્ત આઘાત અનુભવ્યો હતો. પુત્રના આ પ્રકારના તિરસ્કારથી માબાપ સંતાપ અનુભવતા હતા. તેના લીધે તેઓ તનાવગ્રસ્ત હતા. આ તનાવની સ્થિતિમાં જ તેમણે આત્મહત્યા કરી હતી.