સુરતના ભાઠેના વિસ્તારમાં થોડા સમય પહેલા જાહેર રસ્તા પર પાંચ ફૂટના અંતરે જ બે છોકરીઓની છેડતી કરનારા નરાધામને સુરત પોલીસે બુધવારે જ દબોચી લીધો હતો. આરોપીને લઈને પોલીસે આ જે જાહેર બજારમાં પહોંચી હતી અને સાન ઠેકાણે લાવી દીધી હતી. આરોપીના મોબાઈલની તપાસ કરાતા તેમાંથી કેટલાક પોર્ન વીડિયો મળી આવ્યા છે. પોલીસે મોબાઈલની તપાસ માટે FSLમાં મોકલ્યો છે. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ નફ્ફટાઈપૂર્વક જવાબ આપતા કહ્યું હતું કે, તે જ્યારે કોઈ છોકરીને જુએ છે ત્યારે કંઈક થઈ જાય છે.
ભાઠેના વિસ્તારની એક સોસાયટીમાં એક બાદ એક માત્ર 30 સેકન્ડની અંદર બે છોકરીઓની છેડતી કરનાર આરોપી સીસીટીવી કેમેરામાં કેદ થવા પામ્યો હતો. જેમની સોસાયટીના પ્રમુખે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સીસીટીવી ના આધારે પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં આરોપી નેમુદ્દીન જબ્બાર ની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી માત્ર 19 વર્ષનો છે અને મજૂરી કામ કરે છે પરંતુ તે છોકરીઓની શોધમાં હતો જે વિસ્તારમાં થોડાક દિવસ પહેલા તે મજૂરી કામ કરીને ગયો હતો તે જ વિસ્તારમાં આવીને છોકરીઓની છેડતી કરી હતી.
આરોપીની ધરપકડ બાદ જ્યારે ઉધના પોલીસે તેની તપાસ હાથ ધરી ત્યારે ચોંકાવનારી વિગતો તેને જણાવી હતી. આરોપી ઉન પાટીયા માં રહે છે જે ઘટના સ્થળથી સાત કિલોમીટર દૂર છે. આરોપી ઘટના સ્થળ નજીક મજૂરી કામ કરી ચૂક્યો છે જેથી તે આ વિસ્તારને સારી રીતે ઓળખતો હતો. રાત્રે 8:30 વાગ્યાના અરસામાં આરોપીએ બે છોકરીઓની છેડતી કરી હતી. પરંતુ આ વિસ્તાર માટે છોકરીઓની તલાશમાં બે કલાક પહેલાથી જ આવી ગયો હતો.
ઉધના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસ એન દેસાઈએ જણાવ્યું હતું કે આરોપી બે કલાક પહેલા આ વિસ્તારમાં આવીને ફરી રહ્યો હતો. બે કલાક સુધી તે કયા વિસ્તારમાં ફર્યો છે અને ક્યાં ક્યાં ફર્યો છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે તેના મોબાઇલમાંથી