જીવલેણ પુરવાર થઇ રહેલી ચાઇનીસ દોરી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમ છતા રીંગરોડ-ઉધના દરવાજા ખાતે બાઇક પર ચાઇનીસ દોરી વેચવાં બેસેલાં વેપારીને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે અત્યારથી પતંગ રસિયાઓએ તૈયારી શરૂ કરી દીધી છે. પરંતુ રાહદારીઓ અને વાહન ચાલકો તથા પક્ષીઓ માટે જીવલેણ ગણાતી ચાઇનીસ દોરી ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પ્રતિબંધ હોવા છતા ઉધના દરવાજા ખાતે બાઇક પર બેસી ચાઇનીસ દોરી વેચવા બેસેલા વેપારી મયુર છનાભાઇ ભલગામા (ઉ.વ. 23 રહે. 70 રામરાજ્ય સોસાયટી, ગાયત્રી સોસાયટી નજીક, એલ.એચ. રોડ, વરાછા) ને ઝડપી પાડી તેની પાસેથી ચાઇનીસ દોરીની 6 ફીરકી કબ્જે લઇ જાહેરનામાં ભંગનો ગુનો નોંધીકાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રીપોટર : સની મહેતા