સુરત,સુરતમાં હાર્ટએટેકથી મોતનો સિલસિલો જારી છે. સચિનમાં યુવક અચાનક બેભાન થઈ ગયા બાદ તેનું મોત થયુ હતુ. ટ્રક લોડિંગ કરતાં તે અચાનક બેભાન થઈ ગયો હતો. તે હોસ્પિટલ પહોંચે તે પહેલા તેનું મોત થયું હતું. તેને હોસ્પિટલ લઈ જવાયો ત્યારે ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો. તેનું મૃત્યુ હાર્ટએટેકથી થયું હોવાનું મનાય છે.
ભરૂચના જંબુસરમાં હાર્ટએટેકથી બેના મોત થયા છે. ભરૂચના કાવા ગામના ચંદુભાઈ પરમાર નામની વ્યક્તિનું હાર્ટએટેકથી મોત થયું છે. આ ઉપરાંત જંબુસરના કનુભાઈ માછીનું પણ હાર્ટએટેકથી મોત થયું છે. જ્યારે અમદાવાદના એક વેપારીનું હાર્ટએટેકથી મોત થયું છે.
આ પહેલાં સુરતના રાંદેર,અડાજણ અને ક્તારગામમાં હાર્ટએટેકથી નિધન થયા હતા. હાર્ટએટેકમાં ત્રણેયમાં એક વાત કોમન એ હતી કે છાતીમાં દુ:ખાવો થયા પછી ત્રણેયને મોત આવ્યું હતું. સુરતના દિવ્યેશને અચાનક છાતીમાં ગભરામણ થવા લાગી હતી. તેના કુટુંબીજનો તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. તેમને ત્યાં ફરજ પરના ડોક્ટરોએ સારવાર મળે તે પહેલા જ મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.
આ ઉપરાંત સુરેખાબેન નામની મહિલા ઘરે સવારે અચાનક બેભાન થઈ ગયા હતા તો તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા તો ડોક્ટરે મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. જ્યારે મુન્નાદેવી નામની મહિલાને અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડ્યો ત્યારે તેને હોસ્પિટલ લઈ જવાઈ હતી. તે સમયે તેમને ફરજ પરના ડોક્ટરે મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.