સુરત : યોગા કરતા ૪૪ વર્ષીય શખ્સ ઢળી પડ્યો, મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો

સુરત,

છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટ રમી રહેલા યુવકોના મોતની ઘટના સતત વધી રહી છે. ત્યારે સુરતમાં યોગા કરતા સમયે ૪૪ વર્ષીય શખ્સનું મોત થયુ છે. સુરતમાં કિરણ ચોક પાસે આવેલા હરેકૃષ્ણ પાર્ટી પ્લોટમાં યોગા કરતા સમયે ૪૪ વર્ષીય મુકેશભાઈએ પેટમાં બળતરા અને એસીડીટીની ફરિયાદ કરી હતી. બાદમાં થોડા ફ્રેશ થયા બાદ યોગા શરૂ કરતા તેઓ ઢળી પડ્યા હતા. બાદમાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફરજ પર હાજર તબીબોએ શખ્સને મૃત જાહેર કર્યા હતા. હાલ તો શખ્સના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ૪૪ વર્ષીય શખ્સનું અચાનક મોત થતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

થોડા દિવસ અગાઉ રાજકોટમાં એક દિવસમાં રમત રમતા બે યુવકોનું મોત થયુ હતુ. એકનું ક્રિકેટ રમતા અને અન્ય યુવકનું ફુટબોલ રમતા મોત થયુ હતુ. હજુ તો ચાર દિવસ પહેલા જ રાજકોટમાં એક યુવકનું ક્રિકેટ રમતા મોત થયુ હતુ. ડીસામાં રહેતા ભરત બારૈયા રાજકોટમાં પિતરાઇ બહેનના દીકરાના લગ્નપ્રસંગ માટે આવ્યા હતા.

ત્યારે વહેલી સવારે તે શાી મેદાનમાં ક્રિકેટ રમવા ગયા હતા. ભરત બારૈયા ક્રિકેટ રમી પોતાના ઘરે પરત ફરતા હતા તેમને તે સમયે રસ્તામાં જ હાર્ટ એટેક આવ્યો હતો. આથી સાથે રહેલા મિત્રોએ ૧૦૮ને જાણ કરતા ૧૦૮નીટીમ તાત્કાલીક દોડી આવી હતી. પરંતુ ઇએમટીએ ભરતને મૃત જાહેર કર્યો હતો.

સુરતમાં ક્રિકેટ રમતી વખતે વરાછાના યુવકનું હાર્ટ એટેકના કારણે મોત થયુ છે. ૨૭ વષય પ્રશાંત ભરોલીયાને છાતીમાં દુ:ખાવો ઉપડ્તા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ ૨૭ વર્ષીય યુવકનું મોત થયુ છે. યુવક કેનેડામાં એન્જિનીયરિંગનો અભ્યાસ કરતો હોવાનું સામે આવ્યુ છે.