સુરત,
શહેરના લિંબાયત વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પટકાઇ જતાં કિશોરનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. લિંબાયતમાં ત્રીજા માળેથી નીચે પટકાતા કિશોરનું મોત થયું છે. ત્રીજા માળેથી પટકાતા કિશોરને ગંભીર ઇજા પહોંચી હતી. જે બાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનં મોત નિપજ્યું છે.
મળતી માહિતી અનુસાર, શહેરના લિંબાયત વિસ્તારમાં આ ઘટના બની છે. જ્યાં બિલ્ડિંગના ત્રીજા માળા પરથી કિશોર પટકાયો હતો. ઊંઘમાં બારી તરફ ધસી જતાં તે નીચે પડ્યો હતો. જેના કારણે તેને ગંભીર ઇજા પહોંચી હતી. કિશોરને ઊંઘમાં ચાલવાની બીમારી હોવાનું પણ સામે આવ્યું છે. જેના કારણે જ તે બિલ્ડિંગ પરથી પટકાયો હતો. આ કિશોરને ઉંઘમાં ચાલવાની બીમારી હતી, જેના લીધે તે ઊંઘમાં ચાલવા લાગતો હતો. આવી જ રીતે જ્યારે તે સૂઇ રહ્યો હતો ત્યારે અચાનક જ તે ઉઠીને ચાલવા લાગ્યો હતો. આવામાં તે ચાલતા ચાલતા બારી તરફ ધસી ગયો હતો અને નીચે પટકાયો હતો.
ઘટનાને પગલે ઘરના સભ્યો અને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮ની ટીમને ફોન કર્યો હતો. કિશોરને ગંભીર ઇજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે સ્મીમેરમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબો દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી હતી, પરંતુ ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન કિશોરનું મોત નિપજ્યું હતું. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.