સુરતના ઉમરા વિસ્તારમાં કેન્સર પીડિત યુવતી સાથે દુષ્કર્મનો બનાવ

સુરતના ઉમરા વિસ્તારમાં કેન્સર પીડિત યુવતી સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. આરોપીએ યુવતીને લગ્નની લાલચ આપી સુરત, મુંબઈ સહીત હોટલોમાં લઇ જઈ દુષ્કર્મ આચર્યું છે. ઉપરાંત આરોપીના અન્ય બે મિત્રો દ્રારા યુવતી પાસે શેર માર્કેટમાં રોકાણ કરવાના બહાને અલગ-અલગ રીતે કુલ રૂપિયા ૯૦ લાખ પડાવ્યા હતા. ભોગ બનાર યુવતીએ પૈસા પાછા માંગતા પૈસા નહિ મળશે તેવો જવાબ મળ્યો હતો. ત્યારબાદ યુવતીએ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. સુરતના ઉમરા વિસ્તારમાં કેન્સર પીડિત યુવતી સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે.

આરોપીએ યુવતીને લગ્નની લાલચ આપી સુરત, મુંબઈ સહીત હોટલોમાં લઇ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આ બાબતે ઉમરા પોલીસ સ્ટેશનમાં ભોગબનાર યુવતીએ ફરિયાદ આપી હતી કે, તેનો મિત્ર આરોપી પરેશ લાભુભાઈ માણિયાએ તેને લગ્નની લાલચ આપી સુરત મુંબઈ સહીત હોટલોમાં લઇ જઈ દુષ્કર્મ આચર્યું છે. તે ઉપરાંત યુવતી પાસેથી શેર બજારમાં રોકાણ કરવાનું કહી રૂપિયા ૯૦ લાખ પણ પડાવ્યા હતા. જેમાં રૂપિયા ૧૬ લાખના દાગીના યુવતી પાસે ગીરવે મુકવામાં આવ્યા હતા.

તે સાથે જ રૂપિયા ૨૪ લાખના દાગીના વેચી નાખ્યા હતા. અને બાકીના રોકડા પૈસાઓ આરોપીઓને પૈસા આપ્યા હતા. આ ફરિયાદના આધારે પોલીસે મુખ્ય આરોપી પરેશ લાભુભાઈ માણિયા જેઓ સુરતના પુણાગામ વિસ્તારમાં રહે છે તેની ધરપકડ કરવામાં આવી છે. તેની સાથે જ આરોપીના મિત્ર સુરેશ ઘનશ્યામભાઈ બુહાની પણ ધરપકડ કરવામાં આવી છે. તો ત્રીજા આરોપી અશોક રામજીભાઈ મુગડિયાની શોધખોળ ચાલી રહી છે.

આખા ઘટના ક્રમમાં કુલ ત્રણ આરોપીઓ છે. જેમાં મુખ્ય આરોપી પરેશ લાભુભાઈ માણિયા જેઓ એક દોઢ વર્ષ પહેલા યુવતીના સંપર્કમાં આવ્યા હતા. બંને એકબીજા સાથે મોબાઈલ ઉપર ચેટિંગ કરતા થઈ ગયા હતા. બાદમાં આરોપીએ યુવતીને લગ્નની લાલચ આપી અલગ-અલગ હોટલોમાં લઈ જઈ દુષ્કર્મ આચાર્ય હતું. બાદમાં અન્ય બે આરોપીઓનો સંપર્ક પરેશે ભોગ બનાર યુવતી સાથે કરાવ્યો હતો. જેમાં તેઓએ યુવતીને શેર બજારમાં રોકાણ કરવાના

જોકે એક બાજુ યુવતીને કેન્સરની દવાઓ પણ ચાલતી હતી. જેમાં તેમને પૈસાની જરૂર પડતા યુવતીએ પૈસા પરત માંગતા પૈસા નહિ મળે અને આરોપીઓ દ્રારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે, લગ્ન પણ નહીં કરું. અંતે યુવતીને સમજાયું હતું કે, તેની સાથે શારીરિક શોષણ અને ફ્રોડ થયું છે, જે મામલે યુવતીએ ઉમરા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હાલ સમગ્ર મામલે ઉમરા પોલીસ દ્વારા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને ભાગતા ફરતા એકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.