સુરતના રાંદેર વિસ્તારમાં રાંદેર પોલીસની પકડ ઢીલી થઈ ગઈ હોય તેમ આડે દિવસે હત્યાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે, રાંદેર વિસ્તારમાં આડેધડ હત્યા, લૂંટ જેવા અનેક ગંભીર ગુનાહો ને અંજામ આપવામાં આવી રહ્યો છે, રાંદેર વિસ્તારમાં ક્રાઇમ રેટમાં વધારો નોંધાયો છે તેવામાં વધુ એક હત્યા રાંદેરમાં થતા આસપાસનો વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
સુરત શહેરના પાલનપુર પાટીયા પાસે મિત્ર સાથે ચાલવા નિકળેલા યુવકની હત્યા કરી નાખવામાં આવી હતી, જે બાદ રાંદેર મા રહેતા રહીશો મા ભયનો માહોલ ફેલાયો હતો ,કારણ કે સામાન્ય બાબતમા થયેલો ઝગડો હત્યા સુધી પહોચી ગયો હતો. અને ઝઘડામાં યુવકને ચપ્પુના ઘા ઝીંકી દેવાયા હતા, આશ્ર્ચર્ય ની વાત તો એ છે કે રાંદેર પોલીસની હદમા છેલ્લા એક દોઢ મહિનામાં ત્રણ હત્યાને અંજામ આપવામાં આવ્યો છે.છતાં પોલીસ સબ સલામતીના દાવા કરી રહી છે.
સુરતના રાંદેર વિસ્તારની પોલીસ ની હદમાં આવેલા પાલનપુર જકાતનાકા સ્થિત પ્રશાંત નગર સોસાયટી મા આવેલ વિભાગ-૨ નજીક મોડી રાત્રિએ ખૂની ખેલ ખેલાયો હતો.મિત્રો સાથે ચાલવા નિકળેલા યુવકને છ જેટલા કિશોર એ ભેગા મળીને મારમાર્યો હતો. જે પૈકી એક યુવકે ચપ્પુના ઘા ઝીંકી દેતા યુવકનુ ઘટના સ્થળેજ મોત નિપજયુ હતું, સમગ્ર મામલા ની જાણ રાંદેર પોલીસે ને થતાં હાલ પોલીસે હત્યા નો ગુનો નોંધી હત્યારાઓની શોધખોળ શરૂ ધરી છે,
પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર મરનાર ઈસમ તેના મિત્રો સાથે જમીયા બાદ ચાલતો જઈ રહ્યો હતો. જે દરમિયાન તેના સામેથી હત્યારા ઓ પણ આવી રહ્યા હતા. ત્યારે મૃતક અને તેના મિત્રોની મજાક કરતા તેઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. અને યુવકનુ ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું.વાત છે રાંદેર વિસ્તાર ની ,રાંદેર પાલનપુર પાટિયા સ્થિત રો- કડિયા હનુમાન મંદીરની સામે પ્રશાંતનગર સોસાયટીમાં ૨૪ વર્ષય રવિન્દ્ર હરિલાલ નિષાદ મિત્રો સાથે રહેતો હતો.
ગઈ કાલે મોડી રાત્રિએ રવિન્દ્ર નિષાદ મુકેશ પ્રજાપિત સહિત તેના મિત્રો સાથે ચાલવા નિકળ્યો હતો. પ્રશાંત નગર સોસા.ની બહારથી તેઓ પસાર થઈ રહ્યા હતા,ત્યારે સામેથી પંકજ ગૌસ્વામી, અંક્તિ પાશ્ર્વાન, અમિત પાશ્ર્વાન અને બીજા તેના બે મિત્રો આવી રહ્યા હતા, પંકજ અને તેના મિત્રઓએ રવિન્દ્ર નિષાદ અને તેના મિત્રોની મશ્કરી કરી હતી. જેથી બંને જુથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેમાં પંકજ અને તેના મિત્રઓએ રવિન્દ્ર નિષાદ સાથે મારામારી કરી હતી અને પંકજે, મૃતક રવિન્દ્રને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. જેમાં રવિન્દ્રને ગંભીર ઘા લાગ્યા હતા અને ઘટના સ્થળે જ તેનુ મોત નિપજયું હતું.
હાલ તો રાંદેર પોલીસે છ ને રાઉન્ડ આપ કર્યા છે, મિત્રો સાથે ચાલવા નિકળેલા યુવક ને છ જેટલાં ઈસમો એ ભેગા મળી ને મારમાર્યો હતો,જે પૈકી એક કિશોરે ચપ્પુના ઘા ઝીંકી દેતા યુવકનુ મોત નીપજવાના મામલે પોલીસ દ્વારા છ લોકો ને રાઉન્ડ આપ કરાયેલા છે, હાલ તોં રાંદેર પોલીસે સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.