સુરત શહેરમાંથી ૧૩ લાખથી વધુ કિમંતનું એમડી ડ્રગ્સ પોલીસે ઝડપી પાડ્યું

સુરત શહેરમાં SOG પોલીસે એમડી ડ્રગ્સ મામલે મોટું ઓપરેશન હાથ ધર્યું. ક્રાઈમ બ્રાંચની ટીમે શહેરમાં વિવિધ સ્થળો પર દરોડા પાડી ૧૩ લાખથી વધુ કિમંતનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું. ડ્રગ્સ મામલે પોલીસ મથકમાં ગુનાઓ રજિસ્ટર કરી કાયદેસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરી કુલ ૪ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

શહેરમાં ક્રાઈમ બ્રાંચની ટીમે અનેક સ્થળો પર દરોડા પાડ્યા. જેમાં ઉધના વિસ્તારમાંથી ૩૬૩ ગ્રામ ડ્રગ્સ ઝડપાયું. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય કિંમત અંદાજે રૂપિયા ૩૩ લાખ હોવાનું માનવામાં આવે છે. આ સિવાય શહેરમાં ટીમના કેટલાક સભ્યો દ્વારા વિવિધ વિસ્તારોમાં વોચ ગોઠવવામાં આવી હતી. રાંદેર ૠષભ ચાર રસ્તાથી અડાજણ પાટિયા તરફ જતા ઇન્ડિયન ઓઈલ પેટ્રોલપંપની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરતાં આરોપી અફશરઅલી સૈયદની ઝડપી પાડ્યો હતો. અન્ય એક બનાવમાં ક્રાઈમ બ્રાંચની ટીમે ભેસ્તાન ગણેશકૃપા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાસે જાહેર રોડ ઉપરથી આરોપી નિમત ઝડપી પાડ્યો જેની પાસેથી ૮૦,૨૬ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળ્યું હતું.

ડીસીપીએ જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સની હેરાફેરીનો બનાવો વયા છે. જેને લઈને શહેરમાં નો ડ્રગ્સ ઈન સુરત સિટી અભિયાન હેઠળ સમયાંતરે દરોડાની કામગીરી હાથ ધરવામાં આવે છે. ક્રાઈમ બ્રાંચની ટીમ શહેરમાં વિવિધ સ્થાનો પર સતત પોતાની વોચ ગોઠવે છે અને બાતમી મેળવી છે. આ બાતમીના આધારે દરોડા પાડવામાં આવે છે તેમજ અનેક કિસ્સાઓમાં આરોપીની પણ ધરપકડ કરવામાં આવે છે. આગામી સમયમાં પણ પોલીસ ડ્રગ્સ માફિયા વિરુદ્ધ વધુ સખ્ત વલણ અપનાવશે.