સુરત પોલીસે ફરીએકવાર નશાના કારોબારને ઝડપી પાડવામાં સફળતા હાંસલ કરી છે. ડ્રગ સાથે એક શખ્સની ધરપકડ પણ કરવામાં આવી છે. આ ઉપરાંત એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી તેજો શોધખોળ હાથ ધરવામાં આવી છે.
સુરત શહેરમાં ફરી એકવાર નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. આ વખતે માનદરવાજા વિસ્તારમાંથી ડ્રગ્સ ઝડપાયું છે. રૂપિયા ૨૦ લાખની કિંમતના સ્ડ્ઢ ડ્રગ્સ સાથે ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે.મહત્વનું છે કે બે દિવસ અગાઉ પણ સુરતમાંથી એક કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું હતું. યુવા ધનને બરબાદ કરતા ડ્રગ્સના કારોબાર સામે પોલીસની મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે.
પોલીસ દ્વારા ૨૦ લાખની કિંમતનું ૨૦૦ ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડી મોહંમદ તોકિર શેખ નામના શખ્શની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત ગુનામાં સંડોવાયેલા અને ડ્રગ્સ ટકીરને આપનાર રેહાન જાવેદ શેખને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.