સુરત પોલીસે એકજ દિવસમાં ડ્રગ્સના પાંચ ગુના નોંધી ૭ આરોપીની ધરપકડ કરી

ડ્રગ્સના દૂષણ સામે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે એક જ દિવસમાં ડ્રગ્સને લગતા પાંચ કેસ કર્યા છે.સુરતના વિવિધ વિસ્તારોમાંથી ડ્રગ્સ વેચતા શખ્સોને ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધા છે.

સુરત શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી ડ્રગ્સના પાંચ ગુના નોંધીને ૭ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.આરોપીની પૂછપરછમાં ડ્રગ્સના નેટવર્પકનો પર્દાફાશ થયો છે.કુલ ૪૦ લાખની કિંમતનું સ્ડ્ઢ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.

રેલવે મથક પર ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે . આરોપી રાબિયા અને સફીકના સીસીટીવી સામે આવ્યા છે. એમડી ડ્રગ્સ લઇને બંને ટ્રેનમાંથી ઉતરતા નજરે પડ્યા હતા.બંને રેલવે મથકથી બહાર નીકળતા જ ઝડપાઇ ગયા હતા.