સુરત, સુરતની ર્જખ્ત પોલીસે બારા બોર ગન અને ૧૦ જીવતા કારતુઝ સાથે સિક્યુરિટી ગાર્ડને ઝડપી પાડ્યો હતો. સિક્યુરિટી ગાર્ડ પાસે લાઇસન્સ હતું પરંતુ તે માત્ર ઉત્તર પ્રદેશ ,બિહાર ,મહારાષ્ટ્ર અને વેસ્ટ બંગાળ પુરતુજ સીમિત હતું.તેમ છતાં ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી બેક્ધ માં ગનમેનની નોકરી કરતો હતો.
સુરત પોલીસ.કમિશનર દ્વારા આવનાર લોક્સભા ની ચૂંટણી ને લઈ ર્જખ્ત ને પોલીસ ને હથિયાર બાબતે તપાસ.કરવા સૂચના આપવામાં.આવી.છે.તેવામા ર્જખ્ત ના બે કોન્સ્ટેબલ ને બાતમી મળી હતી કે સેન્ટ્રલ બેક્ધ ઓફ ઇન્ડિયા માં ગન મેન ની નોકરી કરતા ઈસમ પાસે ગન છે પણ ગેરકાયદેસર છે.જે બાબતે તપાસ ર્જખ્ત પોલીસે તપાસ કરી હતી..અને રવિશંકર રાજનારાયણ બિંદ ની પૂછપરછ કરતા તેમની.પાસે બાર બોર ગન અને ૧૦ જીવતા કારતુઝ હતા..તે લાયસન્સ વાળા હોવાની વાત ને પગલે તેમનું.લાયસન્સ તપાસવામાં આવ્યું હતું..જેમાં આ લાયસન્સ ઉત્તરપ્રદેશ,બિહાર,મહારાષ્ટ્ર અને વેસ્ટ બંગાળ માં જ ચાલતું હોવાનું સામે આવ્યું હતું..જેથી પોલીસે તાત્કાલીક રવિશંકર બિંદ ની ધરપકડ કરી બાર બોર ગન અને ૧૦.જીવતા કારતુઝ કબ્જે કર્યા હતા અને આરોપી સામે ડુપ્લીકેટ દસ્તાવેજ બનાવવા તેમજ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડ્યો હતો.