સુરત પાલિકાના ગાર્બેજના ટેમ્પો ચાલકે રિક્ષા અને દાણા ચણા વેચનારને ટક્કર મારી, ઘટના CCTVમાં તહી કેદ

સુરત,

સુરતમાં છાશવારે અકસ્માતના બનાવો સામે આવતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. ઉધનામાં રેલવે સ્ટેશન પાસેના ગેટ પાસે કચરાની ગાડીના ચાલકે બેફામ હંકારી રિક્ષા સહિત દાણા ચણાની લારીવાળાને અડફેટે લીધા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી. ઘટનામાં સદનસીબે કોઈને જાનહાની થઈ નથી. સ્થાનિક લોકોએ કચરાની ગાડી ચલાવનારને ઝડપી પાડી ઉધના પોલીસને સોંપ્યો હતો. સુરત શહેરમાં અવાર નવાર અકસ્માત થવાના બનાવો સામે આવી ચુક્યા છે. કેટલીક વખત વાહનો બેફામ હંકારવાના કારણે તો કેટલીક વખત ચાલક દ્વારા સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતી વખતે અકસ્માત થવાની ઘટનાઓ ભૂતકાળમાં સામે આવી ચુકી છે. ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ઉધના રેલવે સ્ટેશન પાસે મહાનગરપાલિકાની ડોર ટુ ડોર ગાર્બેજ લઈ જતી ગાડીના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. કચરાની ગાડી ચાલકે પુરપાટ ઝડપે ચલાવી ઉધના રેલવે સ્ટેશન બહાર ત્યાં પાર્ક રહેલી રિક્ષા તેમજ દાણા ચણાની લારીવાળાને અડફેટે લીધા હતા. ઉધના રેલ્વે સ્ટેશનની બહાર ડોર ટુ ડોર કચરો લઈ જતી મનપાને ગાડીના ચાલકે સર્જેલો અકસ્માત નજીકના સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો. અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. જ્યાં રેલવે સ્ટેશનના ગેટની સામેથી જ કચરાને ગાડીનો ચાલક પૂરપાટ ઝડપે હંકાવી રહ્યો હતો અને રિક્ષા અને લારીવાળાને અડફેટે લઈ પુરપાટ ઝડપે જ નીકળી ગયો હતો. બેફામ કચરાની ગાડી હંકારી અકસ્માત કરી ભાગી રહેલ ગાડી ચાલકને સ્થાનિક લોકોએ પકડી પાડ્યો હતો. લોકોએ ગાડી ચાલકને પકડી માર માર્યો હતો. ત્યારબાદ ગાડી ચાલકને ઉધના પોલીસને સોંપ્યો હતો. જ્યાં એસએમસીના ડોર ટુ ડોર ગાર્બેજ ટેમ્પો ચલાવનાર રામુ ઉર્ફે અંગ્રેજ બાબુલાલ ભીલ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે રામુ ભીલની સામે અકસ્માતનો ગુનો નોંધી તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ હોવાના સમાચાર સામે આવ્યા નથી. પરંતુ જો ત્યાં લોકો હાજર હોત તો મોટી જાનહાની પણ થઈ શકે તેમ હતી. કારણ કે જે હિસાબે ચાલક ગાડી બેફામ હંકારે છે અને ત્યાં જો લોકો ઉભા હોત તો મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે તેમ હતી. પરંતુ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. વધુમાં આ ઘટનામાં લોકોએ ચાલકને પકડીને પોલીસને સોંપ્યો હતો. ચાલક નશામાં હોવાનું અનુમાન છે. આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે.