સુરત, સુરત ખાતે આવેલ મેજિકા વોટર પાર્કમાં એક યુવક દ્વારા પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસી જઈ પેલેસ્ટાઈન દેશનાં ચિન્હવાળી ટી-શર્ટ સાથે નારા લગાવ્યા હતા. આ યુવકને અટકાવવાની કોશિષ કરતા આઠ થી દસ જેટલા યુવકોએ ભેગા મળી સિક્યુરિટી ઓફિસર સહિત બે લોકો પર જીવલેણ હુમલો કર્યો હતો. જેને લઈ પોલીસ અધિકારીનો કાફલો ઘટનાં સ્થળે દોડી ગયો હતો. તેમજ આ સમગ્ર બાબતે પુણા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્શ વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.
મેજિકા વોટર પાર્કમાં પ્રતિબંધિત વિસ્તારમાં ઘુસેલ યુવકને સિક્યુરિટી મેનેજર દ્વારા તેઓને અટકાવવાની કોશિષ કરતા ૮ થી ૧૦ જેટલા યુવકોએ સિક્યુરિટી મેનેજર સહિત બે વ્યક્તિઓ સિક્યુરિટી મેનેજરને માથામાં પ્લાસ્ટિકની ડોલ મારતા ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આ સમગ્ર બાબતે સુરત એસીપી પી.કે.પટેલે જણાવ્યું હતું કે, જે વોટર પાર્કમાં એમ્બીઝમેન્ટ માટે પબ્લીક આવતી હોય છે. તે પૈકી ત્યાં વેબ સાઈડ હતી. જ્યાં એક વ્યક્તિએ સ્ટેજ ઉપર જવાની જગ્યા ન હોય તે જગ્યાએ ચડી જઈ બુમા બુમ કરેલી અને પોતે ટી-શર્ટ પહેરેલી તે ટી-શર્ટ ઉંચી કરી લોકોનું યાન ખેંચેએ પ્રકારની હરક્ત કરેલી જેથી એ ટી-શર્ટ ઉપર કોઈ દેશનો સિમ્બોલ હોઈ સિક્યુરીટીનાં માણસોને યાને આવતા જે પ્રતિબંધિત વિસ્તારમાંથી તેને હટાવવા માટે પહોંચી જતા તેને પકડીને હટાવતા તે દરમ્યાન તેની સાથેનાં અન્ય વ્યક્તિઓ પણ ત્યાં સાથે આવી ગયેલા અને સિક્યુરીટી સ્ટાફ સાથે બોલાચાલી તકરાર કરેલી.