સુરતની ઉધના પોલીસે બનાવટી ચલણી નોટ બનાવનારની ધરપકડ

સુરતની ઉધના પોલીસે બનાવટી ચલણી નોટ અને નોટો છાપવાની સામગ્રી સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી પાસેથી ૧૦૦ રૂપિયાના દરની નકલી ૨૫૯ નોટો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે ઉધના પોલીસની ટીમ તારીખ ૧૬-૦૬-૨૦૨૪ ના રોજ પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન પોલીસે બાતમીના આધારે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પીન્ટુ શિવનંદન પાલને ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી બનાવટી ચલણી નોટ છાપવાનું કામ કરતો હતો.પકડાયેલ આરોપી સરળતાથી રૂપીયા કમાવવા માટે આરોપી સલમાન અહેમદ સાથે મળી બનાવટી ચલણી નોટ છાપતો હતો. પકડાયેલ આરોપી પીન્ટુ શિવનંદન પાલ સાડી પ્રિન્ટીંગનું અગાઉ કામ કરતો હતો. જેથી પ્રિન્ટ બાબતે તેની પાસે પુરતી માહિતી હતીપ

પકડાયેલ આરોપી શિવનંદન અને તેનો મિત્ર સલમાન આ ડુપ્લીકેટ નોટો શાકભાજી માર્કેટમાં તથા નાના સ્ટોરમાં જઈને ખરીદી કરી વટાવતા હતા જેથી ૧૦૦ રૂપિયાની નોટમાં કોઈને શક પણ ના જાય અને પોતે વસ્તુઓની ખરીદી કરી લે. હાલ તો પોલીસે આરોપી પાસેથી ૧૦૦ રૂપિયાના દરની બનાવટી ચલણી ૨૫૯ નોટ જેની કીમત ૨૫,૯૦૦ જેટલી થાય છે..આ સાથે પોલીસે બનાવટી નોટ છાપવા માટેની સામગ્રીઓ મળી કુલ ૪૬ હજારથી વધુનો જથ્થો કબજે કર્યો છે..પોલીસે આરોપીને બનાવટી નોટ છાપવામાં મદદરૂપ થતા સલમાન અહેમદને વોન્ટેડ જાહેર કરી તેને પકડવાના ચક્રોગતીમાન કર્યા છે.