સુરતની હચમચાવતી ઘટના: દારૂના અડ્ડા પર બુટલેગરે કરી વિદ્યાર્થીની કરપીણ હત્યા

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી ની વાતો કરવામાં આવે છે. ત્યારે સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા રૂક્ષ્મણી નગર નજીક સુમન શાળા પાસે રાજેશ નામના બુટલેગરનો દેશી દારૂનો અડ્ડો વર્ષોથી ધમધમે છે. આ અડ્ડા ઉપર આજે રોહિની નગર જ રહેતો ૧૯ વર્ષ રોહન સંતોષ પાટીલ નામનો યુવક પહોંચ્યો હતો અને ત્યાં નીલગીરી ફાટક પાસે આવેલા દત્તાત્રે નગર કે જ્યાં રાજેશ નામના બુટલેગરના દારૂના અડ્ડા પર રોહન સંતોષ પાટીલની દિપક નામના યુવકે ચપ્પુના ગામ મારી ઘટતી હત્યા કરી નાખી હતી.

જો કે ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં આહાકાર મચી જવા પામ્યો હતો. ૧૯ વર્ષનો આ કોલેજમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી દારૂના અડ્ડા પર કેવી રીતે પહોંચ્યો અને એવું તો શું થયું કે તેની હત્યા કરવામાં આવી. જોકે ઘટનાની જાણ થતા રોહનનું પરિવાર સ્થાનિક લોકો સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો. આ વિસ્તારમાં જ રહેતા અને સુરતના ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ પણ પહોંચ્યા હતા અને લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

લોકોએ સાથે મળીને કીધું હતું કે તમને લોકોને બનાવીને મોકલ્યા છે અને આ વિસ્તારમાં આ પ્રકારે દારૂના અડધા વર્ષોથી ધમધમે છે. તમારા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી એમ કહી તેમને આડા હાથે લેવામાં આવ્યા હતા. જોકે મામલો બિસ્કાતા ડેપ્યુટી મેયર ત્યાંથી નીકળી ગયા હતા અને પોલીસે લોકોનું ટોળું દૂર કરવા માટે અડકો બળ પ્રયોગ કર્યો હતો. જેને લઈને થોડા સમય માટે સમગ્ર વિસ્તારમાં અફડા તફડી સાથે ડરનો માહોલ જોવા મળ્યો હતો.

જોકે પોલીસે લોકો પર બળ પ્રયોગ કર્યો હતો. તેને લઈને લોકોની નારાજગી જોવા મળતી હતી. ત્યારે બીજી બાજુ લિંબાયત પોલીસે આ મામલે અત્યારનો દાખલ કરી આરોપી દિપકની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે દારૂનો અડ્ડો હતો તેના વિડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યા છે.