સુરતની અડાજણ પોલીસ ફરીથી વિવાદમાં આવી છે. દારૂના અડ્ડા પર જનતા રેડ પછી પોલીસ વિવાદમાં આવી છે. સૌરભ પોલીસ ચોકીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. ફરિયાદ કરવા ગયેલી મહિલાઓ સાથે જ પોલીસે ગેરવર્તન કર્યુ છે.
પોલીસ કર્મચારી આ વિડીયોમાં મહિલાની મર્યાદા જાળવી શક્યો નથી તે સ્પષ્ટ જોઈ શકાય છે. આ ઉપરાંત વિડીયો ઉતારનારને પણ મંજૂરી વગર વિડીયો ઉતારવાનો ગુનો દાખલ કરવાની ધમકી આપી હતી. તેના ગેરવર્તનનો વિડીયો ઉતારાતા ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી. આમ પોલીસ દારૂના અડ્ડા પર જનતા રેડ પાડનારાઓને બીરદાવવાના બદલે તેમની સાથે જ આરોપી જેવો વ્યવહાર કરી રહી છે. પોલીસે ધમકી આપી છે કે વિડીયો ઉતારીશ તો આઇટી એક્ટ હેઠળ ફરિયાદ કરીશ. હવે લોકો સવાલ પૂછી રહ્યા છે કે વાઇરલ વિડીયોના આધારે પોલીસ કમિશ્ર્નર કાર્યવાહી કરશે.