સુરતનાં વેપારી સાથે દાવ થઈ ગયો! બંગાળી કારીગરને આપ્યું લાખો રૂપિયાનું સોનું અને…

સુરત,સુરતના અડાજણ વિસ્તારમાં એક એવી ઘટના બની હતી કે જેના કારણે સોનું ખરીદતા, વેચતા કે રિપેરિંગમાં આપતા લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ વિસ્તારમાં રહેતા વેપારી દ્વારા રીપેરીંગ અર્થે બંગાળી કારીગરને આપવામાં આવેલ ૭.૩૦ લાખની કિંમતના સોનાના ઘરેણાં ગુમાવવાનો વારો આવ્યો હતો. મળતી માહિતી અનુસાર આ ઘરેણાં લઇ ફરાર કારીગર નાસી ગયો હતો. ફરાર થઇ ગયેલા મુખ્ય આરોપી સહિત ત્રણ લોકોની અઠવા પોલીસ ડકાર ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

અઠવા પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ,અડાજણ વિસ્તારમાં રહેતા જીનિયસ મહેતા ગોપીપુરા ખાતે જેમ્સ જ્વેલરી નામથી ઓફીસ ધરાવે છે. સોનાના જૂના ઘરેણાં લઈ રીપેરીંગ સહિત નવા બનાવવાના કામકાજ સાથે તેઓ સંકળાયેલા છે. ઘરેણાંનાં રીપેરીંગ માટેના ઘરેણાં તેઓ નિયમિત અંબાજી રોડ પર ચિરાયું એપાર્ટમેન્ટ માં રહેતા નિમાઈ તરપડા મૈતીને ત્યાં આપતા હતા.

આ વખતે તેમણે પોતાની સાસુ ફોઈ સહિતના રૂપિયા ૭.૩૦ લાખની કિંમતના સોનાના ઘરેણાં રિપેરિંગ અર્થે તેઓએ નિમાઈને ત્યાં આપ્યા હતા.જે ઘરેણાં રિપેરિંગ કરી પરત પણ આપ્યા હતા.પરંતું ઘરેણાં બરાબર રીપેરીંગ કર્યા ન હોવાથી તેઓએ પરત કરી દીધા હતા. જે બાદ નિમાઈ, તેનો કારીગર અસીમ ઘરનો તમામ સામાન સમેટી લઈ ફરાર થઇ ગયા હતા.

ઘરેણાં લઈ ફરાર થઇ ગયેલા બંને શખ્સો વિરુદ્ધ જીનિયસ મહેતા દ્વારા અઠવા પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.જ્યાં ગણતરીના કલાકોમાં જ બને આરોપીઓને પોલીસે ઝડપી પાડી જેલના સળિયા ગણતા કરી દીધા હતા.આ સાથે વેપારીના ઘરેણાની ખરીદી કરનાર અન્ય વેપારીની પણ ધરપકડ કરી વધુ તપાસ અઠવા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી. આ વિસ્તારમાં આ પ્રકારે સોનીઓ દ્વારા કામ કરવા લેવામાં આવેલું સુની લઈને ફરાર થઈ જવાની અને ઘટનાઓ અગાઉ પણ સામે આવી છે અને પોલીસ અવારનવાર આવા લોકોને જેલના હવાલે કરતી હોય છે