
સુરત,
સુરતના વરાછામાં ધોરણ નવના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. માહિતી મુજબ પરિવારે મોબાઈલ ફોન ન લઈ આપતા સગીરે જીવન ટૂંકાવ્યું છે. એક મહિનાથી પરિવાર પાસે મોબાઈલની વિદ્યાર્થી માંગ કરતો હતો.જો કે પરિવારે અભ્યાસમાં ધ્યાન આપવાનું કહી થોડો સમય બાદ મોબાઈલ લઈ આપવા જણાવ્યુ હતુ.
મહત્વનું છે કે,વરાછાના હરિધામ સોસાયટીમાં રત્ન કલાકાર તરીકે કામ કરતા ગુણવંત બલદાણીયાના ૧૫ વર્ષીય પુત્ર અજયે મોબાઈલ ફોન માટે જીદ કરી હતી. જો કે પરિવારે અભ્યાસ પર ધ્યાન આપવાનુ કહેતા તેને માઠુ લાગ્યુ. અને ઘરમાં પંખા ના પાઇપ સાથે દુપટ્ટો બાંધી મોતને વ્હાલુ કર્યું હતું. હાલ લાડકવાયાએ આપઘાત કરતા સમગ્ર પરિવારમાં શોકનુ મોજુ ફરી વળ્યુ છે. થોડા દિવસ પહેલા પણ આપઘાતનો વધુ એક બનાવ બન્યો હતો. ધોરણ-૧૦ના વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો હતો. આપઘાત પહેલા વિદ્યાર્થીએ એક સુસાઇટ નોટ પણ લખી હતી. વિદ્યાર્થીએ સુસાઈટ નોટમાં લખ્યુ હતુ કે કાકાએ જે શંકા વ્યક્ત કરી છે તે ખોટી છે.